માધવપુર ગામે આંબેડકરચોકમાં દબાણ દૂર કરવા લેન્ડગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત

 માધવપુર ગામે આંબેડકરચોકમાં દબાણ દૂર કરવા લેન્ડગ્રેબીંગ હેઠળ કાર્યવાહી કરવા કલેકટરને રજૂઆત

Landgrabbing
  • સામાજિક કાર્યકર શાંતિલાલ મેવાડા જીલ્લા તંત્રને રજૂઆત કરી
  • લેન્ડગ્રેબીંગનો કાયદામાં રાજ્ય સરકારે સરકારી જમીનો અને પારકી મિલકતો પચાવી પાડનારાઓ સામે લાલ આંખ કરી છે અને કાયદાનો સિકાંજો કસવા માટે આ કાયદો બનાવવામાં આવ્યો છે.
  • આ દબાણ પગલે જેતે વખતના માધવપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા

 

પોરબંદર જિલ્લાનાં માધવપુર ગામે આંબેડકર ચોકમાં 10 વર્ષથી પાકી દુકાનનું દબાણ કરવામાં આવ્યું હોવાનું રજૂઆત અનુસૂચિત જાતિના આગેવાને લેન્ડગ્રેબીંગ કાયદા મુજબ કાર્યવાહી કરવા જિલ્લા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી છે.લેન્ડગ્રેબીંગનો કાયદામાં રાજ્ય સરકારે સરકારી જમીનો અને પારકી મિલકતો પચાવી પાડનારાઓ સામે લાલ આંખ કરી છે અને આ અંગે માધવપુરમાં દબાણ અંગે રજૂઆત થઈ છે.

પોરબંદર તાલુકાથી 60 કિમી દૂર આવેલા માધવપુર ગામના શહેરના પાદરમાં આવેલા ડો.આંબેડકર ચોકમાં આજથી અંદાજે 10 વર્ષ પહેલાં કિરીટ લોહાણા દ્વારા ચોકની વચ્ચોવચ ગેરકાયદેસર રીતે પાકી દુકાનનું બાંધકામ કરી ચોકની જગ્યામાં દબાણ કરવામાં આવ્યું છે.

આ પણ જુઓ

બકરીના કારણે માલિકે પ્રાઈવેટ પાર્ટ ગુમાવ્યું, જાણો શું છે આખી ઘટના...


આંબેડકર ચોકમાં થયેલા દબાણને દૂર કરવા અહીંના અનુસૂચિત જાતિના અગ્રણી અને સામાજિક કાર્યકર શાંતિલાલ મેવાડાએ જે તે વખતે જિલ્લા કલેક્ટરનાં સવગત કાર્યક્રમ સહિત જવાબદાર સત્તાવાળાઓને અનેક વખત લેખિત તેમજ મૌખિક રીતે આ ગેરકાયદેસર થયેલા દુકાનના બાંધકામની ફોટો કોપી સાથે રજુઆતો કરવામાં આવી હતી. પરંતુ આજ સુધી જવાબદાર સત્તાવાળાઓ દ્વારા આંબેડકરચોકમાંથી ગેરકાયદેસર દુકાનનું બાંધકામ દૂર કરવામાં નાકામ રહ્યા છે.માત્ર કાગળ પર કાર્યવાહી કરીને સંતોષ માન્યો છે.જેતે વખતના માધવપુર ગ્રામ પંચાયતના મહિલા સરપંચને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.પણ હજુ સુધી આંબેડકર ચોકમાં થયેલા દબાણને દૂર કરવા નક્કર કામગીરી કરવામાં આવી નથી. જેને દસ-અગિયાર વર્ષ જેવો ખાસ્સો સમય વિતવા છતાં આ દબાણને દૂર કરવામાં આવ્યું નથી. જેથી આજે પણ માધવપુરના આંબેડકરચોકમાં ગેરકાયદેસર દુકાનનું બાંધકામ મોજુદ જોવા મળે છે. 

આ પણ જુઓ 

Washing Machine ક્યારેય બગડશે નહીં, અજમાવો આ અનોખી યુક્તિઓ

આજથી છ મહિના પહેલા માધવપુર ગ્રામપંચાયતના હાલના સરપંચ ભનુ લખુ ભુવાને પણ લેખિત રજુઆત કરવામાં આવી હતી. તેમ છતાં આ ગેરકાયદે દુકાનના બાંધકામને હટાવવામાં આવતું ન હોવાથી ફરી વખત માધવપુરના સામાજિક કાર્યકર તેમજ અનુસૂચિત જાતિના અગ્રણી શાંતિલાલ મેવાડા દ્વારા જિલ્લા કલેકટરને તેમજ જિલ્લા વિકાસ અધિકારી પોરબંદરને એવા પ્રકારની રજૂઆત કરવામાં આવી છે કે માધવપુર ગામે ગામના પાદરમાં આવેલ આંબેડકરચોકમાં થયેલું ગેરકાયદેસર દબાણ દૂર કરાવીને દબાણકર્તા સામે લેન્ડ ગ્રેબીંગનો ગુન્હો દાખલ કરવાની માંગણી કરવામાં આવી છે અને આજથી 10 વર્ષ પહેલા આ ગેરકાદેસર બાંધકામને હટાવવા માટે સંબંધિત સત્તાવાળાઓને કરવામાં આવેલી 

આ પણ જુઓ

પાચન સ્વાસ્થ્ય સમસ્યા : પેટ સાફ નથી થતું, તો અપનાવો આ 5 સરળ ઘરેલું ઉપાય, તમને જલ્દી જ મળશે રાહત

અનેક વખતની રજુઆતના અહેવાલ રજુ કરવામાં આવ્યો છે. જેના પ્રત્યુત્તરમાં માધવપુર ગામે ગામના પાદરમાં આવેલા ડો. આંબેડકર ચોકમાંથી આ દબાણને દૂર કરવા અને દબાણકર્તા સામે લેન્ડગ્રેબીંગ મુજબ કાર્યવાહી હાથ ધરવા તાલુકા વિકાસ અધિકારીને તેમજ સ્થાનિક માધવપુર ગ્રામપંચાયતને તાકીદ કરવામાં આવી છે અને આ ગેરકાયદેસર દબાણ દૂર થયા પછીનો અહેવાલની રજુઆત કરનાર સામાજિક કાર્યકર શાંતિલાલ મેવાડાને જાણ કરવા હુકમ કરવામાં આવ્યો છે.હવે એ હોવાનું રહ્યું કે તંત્ર ક્યારે દબાણ દૂર કરવાની યોગ્ય કાર્યવાહી અને પગલાં ભરે?

Post a Comment

0 Comments