ભારત-ઓસ્ટ્રેલિયા વન- ડે મેચ રાજકોટમાં યોજાશે, ટિકિટ બુક કરો

 ભારત-ઓસ્ટ્રેલિયા વન- ડે મેચ રાજકોટમાં યોજાશે, ટિકિટ બુક કરો

India vs australia match In rajkot


ગુજરાતમાં રહેતા લોકો માટે મોટા સમાચાર આવી રહ્યા છે. તાજેતરના અહેવાલ મુજબ, ભારત-ઓસ્ટ્રેલિયા વન ડે મેચ 27 સપ્ટેમ્બરે ગુજરાતના રાજકોટમાં રમાશે. આ માટેની ટિકિટનું બુકિંગ 17 સપ્ટેમ્બર એટલે કે રવિવારથી શરૂ થશે.

સમાચાર મુજબ રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ભારત-ઓસ્ટ્રેલિયા વનડે મેચની તૈયારીઓ ચાલી રહી છે. આ મેચ જોવા માટેની ટિકિટની કિંમત 1500 રૂપિયાથી લઈને 10,000 રૂપિયા સુધી નક્કી કરવામાં આવી છે. તમે ઓનલાઈન ટિકિટ પણ બુક કરી શકો છો.


 આ રીતે બુક કરો ટિકિટઃ 

જો તમારે રાજકોટના સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં બેસીને મેચ જોવાની હોય તો 17 સપ્ટેમ્બરથી પેટીએમ એપ પર જઈને ઈસ્ટ સ્ટેન્ડ, વેસ્ટ સ્ટેન્ડ અને સાઉથ પેવેલિયન પ્રમાણે ટિકિટ બુક કરાવી શકો છો.


ટિકિટની કિંમત?


  •  ઈસ્ટ સ્ટેન્ડ લેવલ 1, 2 અને 3 માટે ટિકિટની કિંમત 1,500 રૂપિયા છે.
  •  વેસ્ટ સ્ટેન્ડ લેવલ 1 ટિકિટની કિંમત રૂ. 2,000.
  •  લેવલ 2 અને 3ની ટિકિટની કિંમત રૂ. 2,500 છે
  •  વેસ્ટ સ્ટેન્ડ કોર્પોરેટ બોક્સ (15 સીટ)ની કિંમત રૂ. 10,000 છે.
  •  દક્ષિણ પેવેલિયનમાં લેવલ-1 (ડિનર સાથે)ની ટિકિટની કિંમત રૂ. 8,500 છે.
  •  લેવલ-2 (બ્લોક A થી D) ની ટિકિટની કિંમત 8,500 રૂપિયા છે.
  •  લેવલ-3ની ટિકિટની કિંમત 3,000 રૂપિયા છે અને કોર્પોરેટ બોક્સ (15 સીટ)ની કિંમત 10,000 રૂપિયા છે.

Post a Comment

0 Comments