અંધશ્રદ્ધાએ વધુ એક માસૂમ નો ભોગ લીધો,બાળકીને ડામ આપનારા વૃદ્ધા હાલ જેલમાં

 અંધશ્રદ્ધાએ વધુ એક માસૂમ નો ભોગ લીધો,બાળકીને ડામ આપનારા વૃદ્ધા હાલ જેલમાં

અંધશ્રદ્ધાએ વધુ એક માસૂમ નો ભોગ લીધો,બાળકીને ડામ આપનારા વૃદ્ધા હાલ જેલમાં

  • ભુવા પાસે બિમાર બાળકીને ડામ આપવામાં આવ્યો હતો.
  • અંધશ્રદ્ધાનો ભોગ બનેલી યુવતીનું સારવાર દરમિયાન મોત. 

GUJARAT:- વિરમગામ પંથકમાં શરદી ઉધરસની બીમારી મટાડવા અંધશ્રદ્ધામાં બાળકીને ડામ આપવામાં આવ્યો હતો.જેથી તબિયત વધુ બગડતા સારવાર માટે ખસેડવામાં આવી હતી, જ્યાં આજે મોટને ભેટતા પરિવારમાં માતમ છવાયો છે.આમ, અંધશ્રદ્ધાનાં કારણે વધુ એક બાળકીનો ભોગ લેવાયો છે. ડામ આપનાર વૃદ્ધાને જેલ હવાલે કરવામાં આવ્યા છે.

  વિરમગામના અલીગઢ ગામના રહેવાસી પ્રવીણ સુરેલાની 10 માસની બાળકી કોમલને શરદી અને ઉધરસ હતા.જેથી રિપોર્ટ કરાવતા 50 થી 60 હજારનો ખર્ચ ડોકટર તરફથી કહેવામાં આવ્યો હતો.

પરિવાર પાસે એટલા પૈસા ન હોવાથી કોઈના કહેવાથી તેને પાટડી તાલુકાના વડગામ ખાતે રહેતા પૂતળીબેન ડામ દઈને શરદી ઉધરસની બીમારી દૂર કરે છે.જેથી બાળકીને ત્યાં લઈ જવામાં આવી હતી.જ્યાં ભુવાએ તેના પેટમાં ગરમ સળિયાનાં ડામ આપ્યા હતા.જેનાથી તેની હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી અને તરત જ રાજકોટ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.જ્યાં તેની લગભગ પાંચ દિવસ સારવાર ચાલી રહી હતી. બુધવારે સવારે ગંભીર ન્યુમોનિયાના કારણે તેનું મૃત્યુ થયું હતું, તેવુ રાજકોટ સિવિલ સુપરિન્ટેન્ડેન્ટ ડૉ. રાધેશ્યામ ત્રિવેદીએ જણાવ્યું હતું.તેમના મુજબ, દવા કામ કરતી ન હોવાથી યુવતીના માતા-પિતા તેને સુરેન્દ્રનગરના પાટડી તાલુકાના વડગામમાં આવેલી ભુવાની પાસે લઈ ગયા હતા જ્યાં ભુવાનીએ તેણીને ડામ આપવામાં આવ્યો હતો. 

શાકભાજી વેચીને પોતાનું ગુજરાન ચલાવતા બાળકીના પિતાએ પોલીસને જણાવ્યું કે, તેને ભુવા પાસે જવું પડ્યું કારણ કે ડોક્ટરે તેની પાસે 50,000 રૂપિયા માંગ્યા હતા અને તે ખર્ચ પોસાય તેમ નહોતા,જેના કારણે છોકરીની ડામ આપ્યો હતો પણ હાલત વધુ ખરાબ થઈ ગઈ હતી.જેથી સારવાર માટે રાજકોટ લાવ્યા હતા.

બાળકીના મોત બાદ પોલીસને જાણ કરવામાં આવી હતી. બાળકીના દાદા ચતુર સુરેલાએ દસાડા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ભુવા પુતલી ઠાકોર વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી અને કલમ 308 હેઠળ તેની ધરપકડ કરી હતી. 

   આ ઘટના પાટડી તાલુકાના વડગામ ખાતે રહેતા પુતલીબેન ડામ આપી ઉધરસ અને શરદી મટાડે છે. આથી બાળકના પરિવારજનો ત્યાં લઈ ગયા હતા. જ્યાં વડગામ પાસેના સિકોતરના મંદિરમાં વૃદ્ધે 10 માસની બાળકીના પેટ પર ગરમ સોયા ના ડામ આપ્યા હતા. વિરમગામ અલીગઢનો પરિવાર 10 માસની માસૂમ બાળકીની સારવાર માટે આવ્યો હતો. આ ઘટનામાં પાટડી તાલુકાના વડગામના 82 વર્ષીય પુતલીબેનને દસાડા પોલીસે અટકાયત કરીને આ બનાવને પગલે સુરેન્દ્રનગર જેલમાં મોકલી આપ્યા છે. હાલ દસાડા પીએસઆઈ વી.આઈ.ખાડિયાએ ફરિયાદને આધારે રાજકોટ હોસ્પિટલે દોડી જઈ વધુ તપાસ શરૂ કરી છે.

આવી ઘટના હજી પણ ટેકનોલોજીના સમયમાં જોવા મળે છે.સામાન્ય લોકોમાં હજી પણ આવી અંધશ્રદ્ધામાં જીવે છે.અને લોકોની વાતોમાં આવીને અંધશ્રદ્ધાનો ભોગ બને છે.આવી ઘટનાઓ બનતી રહે છે.જે આજે પણ આપણેને વિચારમાં મૂકી દે છે કે આપણે ટેકનોલોજી યુગ જીવીએ છીએ છે કે અંધશ્રદ્ધાનાં યુગમાં?

Post a Comment

0 Comments