સની દેઓલનાં બંગલાની હરાજી કેમ બેંક ઓફ બરોડાએ રોકી દીધી? જાણો શું છે કારણ

 સની દેઓલનાં બંગલાની હરાજી કેમ બેંક ઓફ બરોડાએ રોકી દીધી? જાણો શું છે કારણ

Sunny Deol Bungalow

સની દેઓલના બંગલાના મીડિયામાં સમાચારો પ્રગટ થઈ રહ્યા છે.તેમાં કહેવામાં આવી રહ્યું છે કે અક્ષયકુમારે સની દેઓલને લોન ચૂકાવવામાં મદદ કરી 

 

Sunny Deol Bungalow : 

સની દેઓલએ બંગલા પર 56 કરોડ રૂપિયાની લોન લીધી હતી,જેની રિકવરી કરવા બેંક ઓફ બરોડા તેની પ્રોપર્ટીની હરાજી કરવા માટે વર્તમાનપત્રમાં જાહેરખબર પ્રકાશિત કરી હતી.


બેંક ઓફ બરોડાએ શું કહ્યું


પરંતુ બેંક ઓફ બરોડાએ આ અંગે માહિતી આપતા કહ્યુ કે આ જાહેરાત ટેકનિકલ ખામીને કારણે હતી.પરંતું અક્ષય કુમારે સની દેઓલને લોન ચુકવવામાં મદદ કરી એના સમાચાર સામે આવ્યા હતા.પણ સની દેઓલની ટીમ તરફથી આ વાતનું ખંડન કરવામાં આવ્યું હતું.

 

અક્ષય કુમારે શું લોન ચુકવવામાં સનીની મદદ કરી છે? 


આ અંગે સમાચારમાં અહેવાલોમાં દાવો થઈ રહ્યો છે કે સનીની લોન અક્ષય કુમારે 56 કરોડ રૂપિયાની લોન ચૂકવી દીધી.સની દેઓલની ટીમ તરફથી આ વાતનું ખંડન કરવામાં આવ્યું છે. 


શું હતી પૂરી ધટના

 

બેંક ઓફ બરોડાએ અખબારમાં જાહેરાત આપી હતી.જેમાં સની દેઓલ પર 56 કરોડ રૂપિયાનું દેવું બાકી છે.જેથી લોન અને વ્યાજની રિકવરી માટે BOB એ સની વિલાની હરાજી કરવા માટે વર્તમાનપત્રમાં જાહેરખબર પ્રકાશિત કરી હતી.જેમાં પ્રોપર્ટી હરાજીની પૂરી વિગત,તારીખ,બાકી રકમ,અન્ય લોન માં સામેલ વ્યક્તિઓના નામ પણ સામેલ હતા.આ હરાજીની તારીખ  25 સપ્ટેમ્બર રાખવામાં આવી હતી.  


શું સનીએ bob લોન ચૂકવી નથી?


આ જાહેખબરને પ્રકાશિત થયા પછી બેંક ઓફ બરોડાએ એક નવી જાહેરાત પ્રકાશિત કરી હતી.જણાવવામાં આવ્યું જાહેરાત ટેક્નિકલ ખામીના કારણે ભૂલથી છપાઈ હતી.  


Post a Comment

0 Comments