મકાન ભાડે કે નોકરી પર રાખતા પહેલા ચેતો,નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો,નહિતર મુશ્કેલીમાં ફસાઈ જશો

મકાન ભાડે કે નોકરી પર રાખતા પહેલા ચેતો,નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરો,નહિતર મુશ્કેલીમાં ફસાઈ જશો

Rajkot police

દેશભરમાં ચકચાર મચાવનાર આતંકી પકડવાની ઘટના બાદ રાજકોટમાં પોલીસ એલર્ટ થઈ છે.તેથી રાજકોટ પોલીસ કમિશનર દ્વારા જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.જાહેરનામા મુજબ મકાન ભાડે રાખનારની તેમજ કોઈ પણ વ્યક્તિને નોકરી પર રાખનારની માહિતી તમારી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂરી છે. કાં તો તમે જાહેરનામા જાહેર કરાયેલી વેબસાઈટ પર માહિતી અપલોડ કરવી પણ જરૂરી છે. 

જો તમે રાજકોટમાં કોઈને તમારું મકાન ભાડે આપો છો કે કોઈ વ્યક્તિને તમારી ત્યાં નોકરી પર રાખો છો તો તેમની પૂરી માહિતી તમારે તમારા નજીકના પોલીસ સ્ટેશનમાં આપવી જરૂરી છે અથવા તો પોલીસ કમિશનર દ્વારા જાહેરનામા જાહેર કરાયેલી વેબસાઈટ ઉપર અપલોડ કરવાની રહેશે.આ કરવામાં ભૂલ થશે તો તમારી સામે પણ કેસ નોંધાઈ શકે છે. રાજકોટ પોલીસ કમિશનરના જાહેરનામાનો ભંગ કરતા બદલ 30 જેટલા લોકો સામે કેસ  દાખલ કરવામાં આવ્યો છે.

30 જેટલા લોકો સામે કેસ દાખલ  

રાજકોટ પોલીસ કમિશનર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામાં મુજબ મકાન ભાડે  રખનારની તેમજ કોઈ વ્યક્તિને કામે રાખનારની માહિતી નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવી જરૂરી છે અથવા તો જાહેરનામા જાહેર કરાયેલી વેબસાઈટ પર અપલોડ કરવી પણ ખૂબ જરૂરી છે.આવું ન કરનાર સામે જાહેરનામા ભંગ બદલ ફરિયાદ દાખલ થાય છે. ત્યારે 5 ઓગસ્ટનાં રોજ 30 જેટલા લોકો સામે આ અંગેનો ગુનો નોંધાયો છે.

ક્યાં પોલીસ સ્ટેશનમાં કેટલા ગુના નોંધાયા?

રાજકોટમાં આતંકીઓ પકડાયાની ઘટના બન્યા બાદ શહેરમાં પોલીસ દ્વારા સઘન ચેકિંગ પણ હાથ ધરવામાં આવ્યું છે.જેમાં સૌથી વધારે એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 14 લોકો સામે ગુના નોંધાયા છે. બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં 8 લોકો સામે ગુનો નોંધાયો છે. પ્રદ્યુમન નગર પોલીસ સ્ટેશનમાં પણ 6 વ્યકિતઓ સામે આ અંગેનો ગુનો દાખલ થયો છે અને ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં 2 લોકો સામે ફરિયાદ દાખલ થઈ છે. આ અંગે ગુનો કલમ 188 મુજબ પોલીસ કમિશનરના જાહેરનામાના ભંગ કરનાર સામે   યોગ્ય કાર્યવાહી કરવામાં આવી હતી.

રાજકોટ શહેર ઔદ્યોગિક ક્ષેત્રે ખૂબ જ મહત્વ ધરાવે છે. અહીં  રોજગાર માટે દેશભરમાંથી લોકો આવે છે. ત્યારે તે લોકોને માહિતી હોવી પણ ખૂબ જ જરૂરી છે.આ માટે રાજકોટના લોકોએ પણ જાગૃત રહેવાની ખૂબ જ જરૂર છે. પોતાની માલિકીની સંપત્તિમાં રહેતા લોકોની અથવા તો પોતાને ત્યાં કામ કરતા લોકોની વિગતો પોતાની પાસે પણ  રાખવી જરૂરી છે અને નજીકના પોલીસ સ્ટેશન પાસે પણ જાણ  કરવી ખૂબ જ જરૂરી છે. જો આ કામમાં બેદરકારી રાખવામાં આવે તો પોતાના માટે તેમજ દેશની સુરક્ષા માટે પણ મોટો ખતરો સાબિત થઈ શકે છે. માટે આ અંગે કોઈ પણ વ્યક્તિએ ભાડે મકાન કે કોઈ વ્યક્તિને નોકરી પર રાખ્યા હોય તો તેની જાણ કરવી જોઈએ.નહિતર જાહેરનામાનો ભંગ ગણાશે.

Post a Comment

0 Comments