50 કરોડ ખાતાધારકોને 2 લાખનો વીમો અને દરેકને મળશે ₹10000નું ઓવરડ્રાફ્ટ : સરકારની જાહેરાત

50 કરોડ ખાતાધારકોને 2 લાખનો વીમો અને દરેકને મળશે ₹10000નું ઓવરડ્રાફ્ટ : સરકારની જાહેરાત

PMJDY

Finance Minister Nirmala Sitharaman : 

Jan Dhan,Aadhar Mobile (JAM) થી હવે સરકારી યોજનાઓના માટેની સહાય નાગરિકોના ડાયરેક્ટ બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે.આ સુવિધા ચાલું કરી દેવામાં આવી છે.તેવું કેન્દ્ર સરકારમાં રાજ્ય નાણાં મંત્રી દ્વારા જણાવવામાં આવ્યું હેતું.હાલમાં લગભગ 35 થી 40 યોજનાઓની સહાય ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા કરવામાં આવે છે.

Pradhan Mantri Jan-Dhan Yojana (PMJDY):

 50 કરોડ થી પણ વધુ ખાતા પ્રધાનમંત્રી જન ધન યોજનાથી ખોલવામાં આવ્યા હતા.આ યોજનાના 9 વર્ષ પૂરા થયા છે.આ યોજના વડાપ્રધાન નરેન્દ્ર મોદી દ્વારા 28મી ઓગસ્ટે પ્રધાનમંત્રી જન ધન યોજનાની શરૂઆત થઈ હતી.આ યોજના અંગે નાણા પ્રધાન નિર્મલા સીતારમણે કેન્દ્ર સરકારની આ યોજનાની માહિતી આપતા કહ્યું કે આ યોજનાથી અને technology ને કારણે દેશમાં નાણાકીય રીતે ક્રાંતિ આવી છે, બેંકમાં  50 કરોડથી વધુ લોકોનાં નવા ખાતા ઓપન થયા છે,તે દ્વાર લોકો પણ આ ક્રાંતિમાં જોડાયા છે. જેમાં કુલ જમા રકમ બે લાખ કરોડ રૂપિયાથી વધુ છે.

અઠવાડિયામાં બેંક ખાતા ઓપન કરવાનો વર્લ્ડ રેકોર્ડ :

પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY) નવ વર્ષ પૂરા થયાની વર્ષગાંઠ પર કેન્દ્રીય નાણામંત્રીએ કહ્યું કે આ યોજનામાં મહિલાઓના બેંક ખાતાની સંખ્યા 55.5% જેટલી છે.તેમજ 67% જેટલા બેંક ખાતા  ગ્રામીણ અને અર્ધ-શહેરી વિસ્તારોમાં ઓપન થયા છે.આ દુનિયાની મોટી નાણાકીય સમાવેશનો પ્રારંભ છે.Pradhan Mantri Jan-Dhan Yojana (PMJDY) થકી માર્ચ 2015 સુધીમાં 14.72 કરોડ બેંક ખાતા હતા. 16 ઓગષ્ટ 2023 સુધીમાં 3.4 ગણો વધારો થયો છે,ખાતાઓની સંખ્યા 50 કરોડ થી પણ વધુની થવા પામી છે.ભારત આઝાદ થયાના એટલા વર્ષો પછી પણ મોટાભાગની વસ્તી બેન્કિંગ સેવાઓ ઉપયોગ નહિવત હતો,જેથી તેમની પાસે બચત કરવા માટેની તક કે લોન લેવાની સુવિધાનો અભાવ હતો.આ મુદ્દાને ઉકેલવવા માટે આ યોજના થકી કરોડો લોકોનાં બેંક ખાતા ખોલવામાં આવ્યા હતા.એક જ વર્ષમાં 19.72 કરોડ બેંક એકાઉન્ટ ઓપન થયા હતા.અત્યારે સુધીમાં Rupay Card ની સંખ્યા 16.8 કરોડ જેટલા જારી કરવામાં આવ્યા હતા.આ ખાતાઓમાં 28699.65 કરોડની થાપણો જમા થયેલી છે.આ યોજનામાં બેંક મિત્ર તરીકે 1,25,697 જેટલા વ્યકિતઓ જોડ્યા હતા એ પણ એક રેકોર્ડ છે. તેમણે એક અઠવાડિયામાં જે ખાતા ખોલવામાં આવ્યા જે ગીનીસ વર્લ્ડ રેકોર્ડ પણ બન્યો હતો,જેમાં 1,80,96,130 બેંક ખાતા ઓપન થયા હતા.

PMJDY થકી થાપણો માં વધારો :

આ યોજનાના પ્રારંભ થકી ₹15,670 ની કુલ થાપણો માર્ચ 2015 સુધી હતી,જે વધીને 2.03 લાખ કરોડથી વધુની ઓગષ્ટ 2023 સુધીમાં થવા પામી છે.કેન્દ્રીય મંત્રી નિર્મલા સીતારમણનાં જણાવ્યા અનુસાર પ્રધાનમંત્રી જન ધન યોજના થી જે ફેરફારો થયા છે તે ડિજિટલ પરિવર્તન સાથે નવ વર્ષમાં નાણાકીય સમાવેશ માં ક્રાંતિ છે.આ યોજનામાં બેન્કો,વીમા કંપની,હિસ્સેદારો અને અધિકારીઓના સહયોગ થકી દેશમાં નાણાકીય સમાવેશનો એક સીમાચિહ્ન પ્રારંભ ઉભરી આવી છે.

 Direct બેંક ખાતા માં સહાય :

આ યોજનામાં લાખો નાગરિકોને બેન્કિંગ સેવાઓની લાભ લેવાની તક મળી છે.ડાયરેક્ટ બેંક ખાતામાં સહાય જમા થવાથી ભ્રષ્ટાચાર રોકવામાં પણ ભાગ ભજવ્યો છે.

 PAHAL yojana વિશ્વની સૌથી મોટી ડાયરેક્ટ કેશ ટ્રાન્સફર સ્કીમ તરીકે માટે ગીનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધ થઈ છે.પહલ યોજના (Pahal Yojana) માં એલપીજી સબસિડી બેંક ખાતામાં જમા કરવામાં આવે છે,14.62 કરોડથી પણ વધુ લોકોને સબસિડીનો લાભ મળ્યો છે અને 3.34 કરોડ નકલી કે ઉપયોગ થતાં ન હોય તેવા 

ખાતા બ્લોક કરવામાં આવ્યા છે. સરકાર દ્વારા 35 કે 40 જેટલી યોજનાની સહાય DBT ( Direct Benefit Transfer) થી કરવામાં આવે છે.કેન્દ્રીય નાણા રાજ્ય મંત્રી ભગવત કરાડેનાં જણાવ્યા મુજબ JAM ( Jan Dhan Aadhar Mobile ) થી સરકારી યોજનાની સહાયના નાણાંને નાગરિકોના ખાતાઓમાં જમા કરવામાં આવે છે,જેને  PMJDY બેંક ખાતાઓ DBT લોકોને કેન્દ્ર માં રાખવાનો પ્રારંભ નો આધાર બની જવા પામ્યો છે. જેમાં સમાજના દરેક વર્ગ અને વંચિતોના વિક્સમાં ભાગ ભજવ્યો છે.

  ઓવરડ્રાફ્ટની સુવિધા :

 આ રાષ્ટ્રીય મિશન 28 ઓગસ્ટ 2014 નાં રોજ PM Modi દ્વારા પ્રધાનમંત્રી જન ધન યોજના (PMJDY)નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.PMJDY યોજના થકી ઓપન કરવામાં આવ્યા ખાતાઓમાં ન્યૂનતમ બેલેન્સ રાખવાની જરૂર છે નહિ.ફ્રી રૂપે ડેબિટ કાર્ડ અને સાથે સાથે 2 લાખ રૂપિયાનો અકસ્માત વીમો, દરેક ખાતા ધારકોને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવી છે. રૂ. 131 કરોડથી વધુનો લાભ ઓવરડ્રાફ્ટમાં લેવામાં આવ્યો છે.


  

Post a Comment

0 Comments