33 કરોડ LPG Cylinder ગ્રાહકોને 400 રૂપિયા સસ્તો સિલિન્ડર મળશે

33 કરોડ LPG Cylinder ગ્રાહકોને 400 રૂપિયા સસ્તો સિલિન્ડર મળશે

LPG cylinder

PM Ujjwala Yojana

મોદી સરકારે 33 કરોડ લોકોને રક્ષાબંધન અને ઓણમના તહેવાર નિમિતે ખાસ ભેટ આપી છે. મોંઘવારીથી લોકો કંટાળી ગયા છે,તેથી સસ્તા એલપીજી સિલિન્ડરમાં ભાવ ઘટાડાથી લોકોને થોડી રાહત થઈ છે.સરકાર પર વિપક્ષ દ્વારા મોંઘવારી પર સતત દબાણ કરવામાં આવે છે.મોદી સરકાર LPG cylinder ધરાવતા 33 કરોડ ગ્રાહકોને 200 રૂપિયાની રાહત આપી છે,

PM Modi ની અધ્યક્ષતામાં કેબિનેટ બેઠકમાં અંગેની વિગત આપતા માહિતી અને પ્રસારણ મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે ઓણમ અને રક્ષાબંધનના તહેવાર પર સરકારે તમામ LPG ઉપભોક્તાને 200 રૂપિયા સસ્તું LPG સિલિન્ડર આપવાનો નિર્ણય લીધો છે.

 


 LPG cylinder Connection

કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે કહ્યું હતું કે કેબિનેટમાં 75 લાખ મહિલાઓને ફ્રીમાં ગેસ કનેક્શન આપવાનો પણ નિર્ણય લેવામાં આવ્યો છે.કોઈ પણ ફી ભર્યા વગર લાખો મહિલાઓને LPG cylinder Connection મળી શકશે.

જેથી હાલમાં 9.60 કરોડ લાભાર્થી છે,જે આ યોજનાથી તેની સંખ્યા વધીને 10.35 કરોડ પીએમ ઉજ્જવલા યોજનાના લાભ લેનારની સંખ્યા પહોંચી જશે.

400 રૂપિયા સુધીની છૂટ

 આ યોજનામાં દરેકને લાભ મળશે,સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને પણ આ જાહેરાત લાભ આપવામાં આવશે. પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને હાલ દરેક રિફિલ પર 200 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે.જેથી આ જાહેરાત બાદ દરેક  પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને રિફિલ દીઠ રૂપિયા 400 ઓછા ચૂકવવા પડશે. અનુરાગ ઠાકુરે જણાવ્યું હતું કે પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓને 400 રૂપિયા સસ્તું સિલિન્ડર પ્રાપ્ત થશે.પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાના લાભાર્થીઓ અને દરેક તમામ ઘરેલું LPG ગેસ ગ્રાહકોને એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડાનો ફાયદો મળશે 

  રશિયા-યુક્રેન યુદ્ધને કારણે વિશ્વ બજારમાં ક્રૂડ ઓઈલ અને ગેસના ભાવમાં ઉછાળો આવ્યો હતો, જેથી મે 2022માં સરકારે PM Ujjwala Yojana લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ₹ 200 ની  સબસિડી આપી હતી. વર્ષમાં 12 સિલિન્ડર રિફિલ કરાવવા માટેની આ યોજનાની મુદત 31 માર્ચ, 2024 સુધી લંબાવવામાં આવી હતી. છતાં, લાભાર્થીને યોજનામાં સિલિન્ડર રિફિલ કરવા મટે હાલ 900 રૂપિયા ખર્ચવા પડે છે.જેથી આ નિર્ણયથી પીએમ ઉજ્જવલા યોજનાના લાભાર્થીને ₹ 400 એલપીજી સિલિન્ડર ઓછા ભાવે પ્રાપ્ત થશે.

 

આ પણ તમને ગમશે :


Post a Comment

0 Comments