શું તમારા બાળકને મોબાઈલ અને ટીવીની જોવાની ટેવ પડી ગઈ છે,તો જ બાળક જમે છે,માતા પિતાની આ ભૂલો હોઇ શકે; થઈ જાવ સાવચેત

શું તમારા બાળકને મોબાઈલ અને ટીવીની જોવાની ટેવ પડી ગઈ છે,તો જ બાળક જમે છે,માતા પિતાની આ ભૂલો હોઇ શકે; થઈ જાવ સાવચેત

Parenting

આજના આધુનિક યુગમાં અદ્યતન સાધનોએ લોકોની જીવનશૈલીમાં પરિવર્તન લાવી દીધું છે.અને તેનો ફાયદો પણ થઈ રહ્યો છે.તેમજ નુકશાન પણ થઈ રહ્યું છે.જેમ કે પહેલાના સમયમાં બાળકો મેદાનમાં અવનવી રમતો રમતા હતા.જેનાથી તેમની શારીરિક રીતે પણ કસરત થઈ જતી પણ આજે બાળકો મોબાઈલ અને ટીવી પર વધારે સમય પસાર કરે છે. પરંતુ આ બાબત બાળકો માટે ફાયદાકારક છે નહિ.મોબાઈલ અને ટીવી વધારે સમય જોવાથી બાળકોમાં ધણી સમસ્યાઓ જોવા મળે છે.જેમ કે ઊંઘ ન આવવી, દૃષ્ટિ નબળી પડવી,ઉદાસી, વગેરે બાબતો અસર કરે છે.

  બાળકોને તેની લત લાગી જાય છે.આ લત લાગ્યા પછી તેને છોડાવવી માતા પિતા માટે અઘરું બની જાય છે.બાળકના શારીરિક,માનસિક,સામાજીક વિકાસમાં પણ અવરોધ ઊભો કરે છે.

  Parenting

  ખાસ કરીને બાળકો માટે પ્રથમ ભૂલ માતાપિતા દ્વારા થાય છે.જે બાળકોને મોબાઈલ અને ટીવી માં ગેમ, કાર્ટૂન વગેરે જોવા આપી દે છે.માતાપિતા આ બાબતે યોગ્ય સૂચના કે શિક્ષણ બાળકોને આપતા નથી કે પોતે પણ નથી કરતા.જેથી તેની નકારાત્મક અસર બાળકોના વિકાસમાં અવરોધ ઊભો થાય છે.આ કુટેવો બાદમાં છોડવી માતાપિતા પણ અઘરું સાબિત થાય છે.


  બાળકોને મોબાઈલ અને ટીવીથી દુર રાખવાના માટેની ટીપ્સ


  બાળકનું ધ્યાન હટાવવા મોબાઈલ આપવો.

  માતાપિતા બાળકોનું ધ્યાન હટાવવા માટે ખાસ કરીને મોબાઈલ આપી દે છે.જે તમારા બાળક માટે સારું નથી.બાળકો કોઈપણ પ્રકારે જીદ કરતા હોય છે.માતાપિતા બાળકનું ધ્યાન દોરવા કે શાંત કરવા મોબાઈલ કે ટીવી ચાલુ કરી આપે છે જેથી બાળકનું ધ્યાન ટીવી કે મોબાઈલ માં જતું રહે છે અને બાળક શાંત થઈ જાય છે.આ માતાપિતા માટે ખતરા સમાન બાબત છે જે બાળકના આરોગ્યને નુકશાન સાથે તેમને જીદ્દી બનાવે છે. પછી આજ આદત બાળકને પડી જશે પછી તમારે નાછૂટકે તેની જીદ્દ પૂરી કરવી પડશે.

  માતાપિતા દ્વારા વધારે ફોનનો ઉપયોગ 

  ઘણા માતાપિતા પણ વધારે પડતાં મોબાઈલ અને ટીવીના શોખીન હોય છે.જેથી બાળકોને પણ આ શોખ આવી શકે પછી બાળકોને તેનાથી દુર કરવા મુશ્કેલ છે.મોટાભાગના ઘરોમાં જમવા સમયે મોબાઈલ અને ટીવી ચાલુ જ હોય છે.ભાગ્યેજ કોઈ ઘર હસે કે જમવા સમયે મોબાઈલ કે ટીવી ચાલુ નહિ હોય.ઘણા માતાપિતા જમવા માટે બાળકોને ફોન આપી દે છે એટલે બાળક આરામથી જમી લે.હેરાન ન કરે.જેથી બાદમાં બાળક મોબાઈલ વગર જમવાની આદત પડશે નહિ.તમારે દર વખતે બાળકને જમાડવા મોબાઈલ આપવો જ પડશે.આ માટે માતાપિતા એ પણ મોબાઈલ અને ટીવીનો યોગ્ય ઉપયોગ કરવો જોઈએ.બાળકોને વધારે સમય આપો જેથી બાળકોને મોબાઈલ કે ટીવી વગર પણ તમારી સાથે વધારે સમય આત્મીયતા થશે.

  મોબાઈલ/ટીવી જોવાનો સમય નક્કી કરવો

   મોટાભાગે માતાપિતા પણ આખો દિવસ મોબાઈલ અને ટીવીમાં પોતાનો સમય પસાર કરે છે.જેથી બાળકોમાં પણ આ આદત આવી જાય છે.બાળકોના આરોગ્ય માટે જોખમી છે.આ માટે માતાપિતા એ બાળકોના રૂટિન કામ જેમ કે જમવું,લેશન, રમવું, અન્ય જરૂરી અધૂરા કામ થઈ જાય પછી જ તેમને મોબાઈલ કે ટીવી જોવા આપવી જોઈએ. એ માટે પણ સમય મર્યાદા નક્કી કરેલી હોવી જોઇએ.કેમ કે બાળકોને કે માતાપિતા મોબાઈલ કે ટીવી વગર રહી શકે નહિ પણ જોવાનો સમય ઓછો કરી શકે છે.જેથી બાળકો પણ ટીવી અને મોબાઈલ પણ પોતાનું કાર્ટૂન જોઈ શકે.જે માટે સમય મર્યાદા નક્કી કરી હોય એ મુજબ જેથી બાળકોને તેની વધારે આદત પણ નહિ લાગે. બાળક તેના અન્ય કામ જેમ કે રમકડાંથી રમવું,લેશન કરવું તેમાં વધારે સમય આપશે.

  Parenting

  બાળકો સાથે સમય પસાર ન કરવો

  માતાપિતા પોતાના બાળકોને સમય આપવો જોઈએ.જે બાળકને માતાપિતા તરફથી સમય આપવામાં ન આવે તે બાળકો સમય પસાર કરવા માટે મોબાઈલ કે ટીવી જોવાનું ચાલુ કરી છે. બાળકો નો વિકાસ કરવામાં માતાપિતા મહત્વનો ભાગ ભજવે છે.જેથી બાળકોને સમય આપવો જરૂરી છે.બાળકો ને એકલા છોડી ન શકાય.તેમની સાથે સમય પસાર કરવાની બાળકોના વિકાસ સારી રીતે થાય છે.જેથી બાળકોમાં ખરાબ ટેવો નહિ પડે.

  Parenting

  બાળક સાથે પ્રવૃત્તિ ન  કરવી  

  Parenting

  બાળકને માતાપિતા હાલ મોબાઈલ અને ટીવી ચાલુ કરી આરામથી પોતાના કામ માં પડ્યા હોય છે.આ રીત બાળક માટે સારી નથી.બાળક બહુ એક્ટિવ હોય છે,તેમના સારી એવી ઊર્જા હોય છે.તેને યોગ્ય જગ્યાએ લગાવી એ માતાપિતાની ફરજ છે.માટે બાળકને ગાર્ડન માં રમવા લઈ જાઓ,સાયકલ ચલાવવી,પઝલ, ચેસ,કલરકામ,વગેરે પ્રવૃત્તિ કરવી શકો.જેનાથી બાળકો નવી નવી પ્રવૃત્તિ કરવાની મજા આવશે અને તેનો સારો એવો ગ્રોથ પણ થશે.

  બાળક જમી લે એટલે મોબાઈલ આપવો.

   આજના માતાપિતાની મહત્વની સમસ્યા બાળકોને ભોજન કરાવવું છે.બાળક એક જગ્યા એ બેસી જમી લે માટે માતાપિતા બાળકને મોબાઈલ કે ટીવી ચાલું કરી આપે છે.

  Parenting

   તેમનો હેતુ સારો હોવ છતાં આનાથી બાળકમાં ખરાબ ટેવોનો શિકાર બને છે.જે હાલમાં મોબાઈલ છે.મોબાઈલ વગર કોઈ બાળક જમતું જ નથી.મોબાઈલ આપીને બાળકને જમે તો છે.પણ બાળકના માનસિક અને સામાજિક વિકાસને અવરોધે છે.

   બાળકને મોબાઈલ કે ટીવી ચાલું કરીને જમાડી તો શકાય છે.પણ લાંબા ગાળે બાળકને આની લત લાગી જાય છે.અન્ય લોકો સાથે બાળકોને ગમતું નથી,બાળકને એકલા રેવાની ટેવ પડી જાય છે.આખો દિવસ મોબાઈલ સાથે સમય પસાર કરે છે.આવી સમસ્યાનો શિકાર તમારૂ બાળક ન બને તેનું ધ્યાન માતાપિતાએ પહેલા જ રાખવું જોઈએ.એકવાર ટેવ પડી ગયા પછી છોડાવવી મુશ્કેલ છે.આ માટે બાળકને જમાડતી વખતે તેમની સાથે વાતો કરો,તમારા હાથે જમાડો,તેને ગમતી વાર્તા કરો,જેથી તેની જિજ્ઞાસા વધશે,શાકભાજીના નામ શીખવો,વગેરે પ્રવૃત્તિ તમે વિચારી શકો છો.

     માતાપિતા એ આદર્શ રોલમોડલ બનવું

  મોટાભાગે માતાપિતા જ વધારે પડતું મોબાઈલ કે ટીવીનો ઉપયોગ કરતા હોય છે.જેથી સામાન્ય પણે બાળક પણ આ બાબત માતાપિતા પાસેથી શીખે છે.જેથી બાળક સામે કામ વગર મોબાઇલનો ઉપયોગ કરવાનું ટાળવું જોઈએ. બાળકો સાથે વધારે માં વધારે સમય આપવો જોઈએ.આ રીતે પણ માતાપિતા પણ બાળકના પ્રથમ રોલમોડેલ હોય છે,તેમને જોઈને જ બાળકો સારી કે ખરાબ ટેવો શીખતા હોય છે.


  આ પણ તમને ગમશે :


  Post a Comment

  0 Comments