Oh My God 2 ની અસર : આ શાળાએ 'યૌન શિક્ષણ' વિષય વિદ્યાર્થી માટે ફરજિયાત કર્યો,હવે વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ આપશે

 Oh My God 2 ની અસર : આ શાળાએ 'યૌન શિક્ષણ' વિષય વિદ્યાર્થી માટે ફરજિયાત કર્યો,હવે વિદ્યાર્થીઓને જાતીય શિક્ષણ આપશે

OMG-2

OMG 2 એ અમિત રાય દ્વારા લિખિત અને નિર્દેશિત ફિલ્મમાં અક્ષય કુમાર , પંકજ ત્રિપાઠી અને યામી ગૌતમ ભૂમિકા ભજવે છે.આ ફિલ્મ કોમેડી - ડ્રામા ફિલ્મ આધ્યાત્મિક સિક્વલ પર બનાવવામાં આવી છે.11 ઓગસ્ટનાં રોજ રીલિઝ થયેલી આ ફિલ્મ વિશ્વભર ₹ 160 કરોડની કમાણી કરીને 2023ની આઠમી સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ બની ગઈ છે.


      લૈંગિક શિક્ષણ આપવાની જાહેરાત

    આ ફિલ્મની અસરને કારણે મહારાષ્ટ્રમાં ઉલ્લાસ નગરમાં આવેલી એક શાળાએ 'યૌન શિક્ષણ'ના વિષયને ભણાવવાનો નિર્ણય કર્યો છે.અને 'યૌન શિક્ષણ' વિષયને ફરજિયાત બનાવ્યો છે.આ પહેલ કરનારી પ્રથમ સ્કૂલ બની છે.આ શાળામાં OMG-2 નું સ્ક્રિનિંગ પણ રાખ્યું હતું.આ સમયે આ ફિલ્મના લેખક અને ડાયરેક્ટર અમિત રાય પણ હાજર રહ્યા હતા.આ ફિલ્મમાં જાતીય શિક્ષણ અંગેનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો છે.પરંતુ માત્ર પુખ્ત વયના લોકો માટે છે કારણ કે સેન્સર બોર્ડ મુજબ ફિલ્મની કહાની શાળામાં ભગવાન અને ધર્મની સાથે Sex Education સાથે સ્ટોરીને વિવાદાસ્પદ અને લાગણીને ઠેસ લાગે તેવું સૂચન સાથે 25 ફેરફારો અને A સર્ટીફીકેટ સેન્સર બોર્ડ દ્વારા આપ્યું હતું.


    Box office પર સની દેઓલની ફિલ્મ સાથે ટક્કર

       Box office પર OMG-2 અને Gadar-2 વચ્ચે ટક્કર ચાલી રહી છે.પરંતુ આ ફિલ્મને Gadar-2 જેટલી સફળ થઈ નથી.પરંતુ આ ફિલ્મની અસર સારી એવી જોવા મળી છે.જાતીય શિક્ષણ ના સંદેશ સાથે પ્રેશકોમાં તેમજ સમાજમાં પણ આની અસર દેખાવાનું ચાલું થયું છે.

    OMG-2 નું સ્ક્રિનિંગ દર્શાવવામાં આવ્યું

     ઉલ્હાસનગર વિસ્તારની 15 જેટલી શાળાઓને OMG-2 નું સ્ક્રિનિંગમાં બોલાવવામાં આવી હતી.આ કાર્યક્રમમાં 184 જેટલા શિક્ષકો જોડાયા હતા.આ ફિલ્મના જાતીય શિક્ષણ જેવા મુદ્દાને ફિલ્મના માધ્યમથી દર્શાવવા બદલ વાહવાહી થઈ હતી.આ ફિલ્મ જોયા બાદ એજ્યુકેશન સોસાયટીએ ફિલ્મની વાર્તા પરથી જાતીય શિક્ષણ વિષયને ભણાવવાનું નક્કી કર્યું છે,આ વર્ષના એકેડેમિક અભ્યાસમાં યૌન શિક્ષણને ફરજિયાત રીતે સામેલ કરવામાં આવશે.

     OMG-2 ફિલ્મના લેખક શું કહ્યુ 

    આ કાર્યક્રમમાં OMG-2 નાં લેખક અમિત રાયે જણાવ્યું હતું કે, આ બાબત કઈક એવી છે જેને હું કાયમ ઉજવણી કરીશ.OMG-2 નાં હેતુમાં એમને સફળતા પ્રાપ્ત થઈ છે.હું  ખુશ છું ફિલ્મ બિજનેસની સાથે ફિલ્મનો મેસેજ લોકો સુધી જઈ રહ્યો છે.આ ફિલ્મને કારણે બદલાવ જોઈ શકાય છે.બીજી ખુશીની વાત શું હોય.

    Post a Comment

    0 Comments