આખો દિવસ સાસરિયાં વાળા કામ કરાવે,થાકેલી હોવા છતાં રાત્રે પતિ સેકસ કરવા દબાણ કરે,પત્નીની પોલીસ ફરિયાદ

 આખો દિવસ સાસરિયાં વાળા કામ કરાવે,થાકેલી હોવા છતાં રાત્રે પતિ સેકસ કરવા દબાણ કરે,પત્નીની પોલીસ ફરિયાદ

Ahmedabad,gujarat

Ahmedabad news: અમદાવાદમાં પોલીસ ફરિયાદ પત્ની દ્વારા કરવામાં આવી છે.આ કિસ્સામાં સામે આવેલી વિગત મુજબ પત્નીએ આરોપો નાખ્યા છે કે પતિ પોતાની વિધવા માતા પાસેથી રૂપિયા લઈ આવવા માટે દબાણ  કરતા હતા.સાથે ઘરકામ કરીને ઘણીવાર પરણિતા ખૂબ થાકેલી હોય છતાં પતિ દ્વારા તેને શરીર સંબંધ બાંધવા માટે સતત દબાણ કરવામાં આવતું હતું.સંબંધ બાંધવા માટે પરિણીતાની તબિયત કે થાકેલા શરીર વિશે વિચારતો નહીં.અને સેકસ માટે સતત દબાણ કરવામાં આવ્યું હતું. પરણિતાએ પતિ અને સાસરિયા સામે શારીરિક અને માનસિક ત્રાસ આપવામાં આવતો હોવાની પણ પોલીસ ફરિયાદ કરી છે.

 અમદાવાદ શહેરના સૈજપુર બોધા વિસ્તારમાં રહેતી એક પરણિતાએ કૃષ્ણનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે.પરણિતાએ ફરિયાદમાં જણાવ્યું કે, લગ્ન પછી થોડો સમય તેને સાસરીયાઓ દ્વારા સારો વ્યવહાર અને સારી રીતે રાખવામાં આવી હતી, પછી હેરાન પરેશાન કરવાનું ચાલુ કર્યું હતું. પરિણીતાના સાસુ,નણંદ અને જેઠ ઘરકામ કરવાની સાથે પોતાના પર્સનલ કામો પણ મારી પાસે જ કરાવતા.પરિણીતાએ ફરિયાદમાં જણાવ્યું છે કે ધણી વખત કામકાજ કરીને ખુબ જ થાકી ગઈ હોય છતાં પતિ શરીર સંબંધ બાંધવા માટે સતત દબાણ કરતો હતો.

જો કે ફરિયાદી દ્વારા મોટો આરોપ પણ લગાવ્યો હતો અને કહ્યું હતું કે મારી ડિલિવરીનો ખર્ચ પણ તેની માતા પાસે જ કરાવ્યો હતો. પરણિતા જમવા માટે બેસે તો તેની સાથે ઝઘડો કરીને તેને જમતાં જમતાં જમતાં ઉભી કરી દેતા અને જેઠ અને પતિ તેને પકડી રાખે છે અને નણંદ અને સાસુ દ્વારા મારઝુડ કરવામાં આવતી હતી.ફરિયાદી પરિણીતા  રાડો ન પાડી શકે તે માટે તેનું મોં પણ દબાવી દેતા હતા.

પતિ અને જેઠ પોતાના મોજ શોખ પુરા કરવા અને દારૂ જુગાર રમવાની ટેવ હોવાથી પરણિતા પાસે પૈસાની માંગ કરતા હતા.અને વિધવા માતા પાસેથી પૈસા લઈ આવવા માટે દબાણ કરતાં હતા.સાથે જ અનેક પ્રકારની ધમકી આપતા હતા.આથી પરિણીતાએ પરેશાન થઈને ફરિયાદ કરવામાં આવી છે.પોલીસે ફરિયાદના આધારે તપાસ શરૂ કરી છે.


Post a Comment

0 Comments