EPF નિયમો 2023;ઓનલાઇન પીએફ ઉપાડવાનાં પગથિયાં

EPF નિયમો 2023;ઓનલાઇન પીએફ  ઉપાડવાનાં પગથિયાં

EPF rules

EPF જે કર્મચારી ભવિષ્ય ભંડોળ તરીકે પણ આપણે ઓળખીએ છીએ, તે એક ફરજિયાત નિવૃત્તિ અને બચત યોજના છે. તે પાત્રતા ધરાવતી દરેક સંસ્થાના તમામ કર્મચારીઓને આ યોજના દ્રારા આવરી લેવામાં આવે છે.  આ યોજના થકી કર્મચારીઓને તેમની નિવૃત્તિ પછીના સમયમાં ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.આ યોજનામાં જમા થયેલી રકમ પર દર વરસે વ્યાજ જમા થાય છે.કર્મચારીને આ બચત નિવૃતિ સમયે ખૂબ જ કામ આવે છે. પીએફ ધારકને તેમના પીએફ રકમ  સુધી સરળ સુવિધા આપવા માટે પીએફ ઉપાડના નિયમોમાં સુધારો કરવામાં આવ્યા છે.

   


     નવા EPF ઉપાડવાની શરતો EPFO માં ખાતામાં તમામ નોકરીદાતા અને કર્મચારીનો યોગદાનનો સમાવેશ થાય છે.ખાસ સમજવું જોઈએ કે તમે અચાનક પીએફ માંથી રૂપિયા ઉપાડી શકો નહિ,માટે અહીં આ બાબતની શરતો નીચે દર્શાવી છે.

  • તમારા EPF એકાઉન્ટમાંથી PF ઉપાડવાની શરતો

  • કટોકટીની પરીસ્થિતિમાં EPF માંથી આંશિક ઉપાડની મંજૂરી આપે છે.pf એકાઉન્ટ ધારક પીએફ ઉપાડવાની ઑનલાઇન  અરજી પ્રકિયા પણ કરી શકે છે.pf ઉપાડવામાં માટે ઘર બનાવવું અથવા ખરીદવું, તબીબી કટોકટી અને ઉચ્ચ શિક્ષણનો સમાવેશ થાય છે.વાજબી કારણ મર્યાદાઓ આંશિક ઉપાડ પર લાગુ થાય છે.
  • ચાલું નોકરી પર પીએફ ખાતામાંથી પૈસા ઉપાડી શકાય નહિ.કેમ કે લાંબાગાળાની નિવૃત્તિ યોજના છે.
  • જો કોઈ વ્યક્તિ નિવૃત્તિ પહેલા છટણી અથવા અન્ય કારણે બેરોજગારીનો થાય છે તો PF કોર્પસ પાછી લેવી શક્ય છે. 

  • EPF કોર્પસ નિવૃત્તિ પહેલા ઉપાડી શકાય નહીં.EPF કોર્પસના 90% ઉપાડવા માટે નિવૃત્તિ તારીખથી એક વર્ષ પહેલાં મંજૂર કરે છે.ફંડ ઉપાડવા માટે ઓછામાં ઓછી 54 વર્ષ ઉંમર હોવી જોઈએ.
  • પીએફ  ઉપાડવાની નવી શરતમાં બેરોજગારીના સમયમાં એક મહિના પછી માત્ર પીએફના 75% જ  રકમ ઉપાડી શકાશે. બાકીની 25% રકમ નવી જોબ મળ્યા બાદ તેના નવા પીએફ ખાતામાં ટ્રાન્સફર થશે.
  • પીએફ માંથી પૈસા ઉપાડવા માટે બેરોજગાર હોવું જરૂરી છે.  

  • EPS સંસ્થાઓમાંથી ઉપાડ અમુક શરતો હેઠળ કરમુક્તિ છે. 
  • EPF ભંડોળ ટેક્સ માંથી પાત્ર બનવા માટે કર્મચારીએ તેના PF ખાતામાં સતત 5 વર્ષ સુધી યોગદાન આપવું જરૂરી છે.સતત યોગદાન આપવામાં ન આવે તો Epf ની રકમ કરપાત્ર થશે.એટલે કે તે નાણાંકીય વર્ષ માટે તે આવક કરપાત્ર બનશે.
  • પહેલા પીએફ માંથી પૈસા ઉપાડવા માટે 2 મહિનાથી જોબ ન કરતા હોય તો પૂરેપૂરો પીએફ ઉપાડી શકતા હતા.
  • હવે તમારે એટલે કે કર્મચારીને EPF છોડવા માટે નોકરીદાતા ને મંજૂરી વગર તમે સીધા જ EPFO ની વેબસાઇટથી પીએફ માંથી પૈસા ઉપાડવાની પ્રક્રિયા કરી શકો છો.અને પીએફ માંથી ઉપાડવાની પ્રક્રિયા સ્ટેટસ પણ તમે જોઈ શકો છો.પરંતુ આ માટે Aadhar Number અને UAN સાથે લિંક હોવો જોઈએ.
  • તમે પીએફ માંથી વહેલા પૈસા ઉપાડો તો તેના પર ટેક્સ લાગશે.પરંતુ રૂપિયા 50,000 થી ઓછી રકમ પર ટેક્સ લાગશે નહિ.તમે પીએફ માટે અરજી કરો છો ત્યારે PAN કાર્ડ ન જોડો તો 30% TDS કાપશે.PAN card આપો છો તો 10% TDS લાગશે.પરંતુ ફોર્મ 15H/15G file અપલોડ કરીને આ tax થી બચી શકાય છે.

  • ઓનલાઇન EPF માંથી પીએફ ઉપાડવાના પગથિયાં

    કોઈ પણ પોતાનું પીએફ પોતાની રીતે ઓનલાઇન ઉપાડી શકે છે.તેના માટે EPFO નાં મેમ્બર પોર્ટલ પરથી ઓનલાઇન અરજી કરી શકે છે.ઓનલાઇન પીએફ ઉપાડવા માટેનાં પગલાં અહીં બતાવવામાં આવ્યા છે.

  • સૌપ્રથમ EPFO Member Portal ઓપન કરો,લોગીન કરો.
  • ત્યારબાદ તમે અમારી સેવાઓ ઓપ્શન માંથી કર્મચારીઓ માટે પર ક્લિક કરો.
  • પછી મેમ્બર UAN/ઓનલાઈન સર્વિસ વિકલ્પ પર જાઓ.
  • ત્યારબાદ એક નવું પેજ ઓપન થશે.ત્યાં તમારા UAN અને પાસવર્ડ નાખો ત્યારબાદ નીચે આપેલો કોડ નાખો,તમે લોગીન થઈ જશો.
  • ત્યારબાદ એડમિનિસ્ટ્રેશન ઓપ્શન પર જાઓ ત્યાં KYC પર ક્લિક કરો.ત્યાં તમારા આધાર કાર્ડ, પાન કાર્ડ,અને બેંક પાસબુક કે કેન્સલ ચેક અપડેટ કરો.અપડેટ કરેલું હોય તો વિગત ચેક કરી લો.
  • ઉપર બતાવેલ મેનુ માંથી ઓનલાઈન સેવાઓ ઓપ્શન પર ક્લિક કરો.પીએફ ઉપાડવા માટેની પ્રકિયા આગળ વધારો.
  • ઓનલાઈન સેવાઓ ઓપ્શન માંથી ફોર્મ 31,19,10c ફોર્મ દેખાશે.
  • ત્યારબાદ તમારા રજીસ્ટર કરેલા બેંક એકાઉન્ટ ના છેલ્લા 4 અંકો દાખલ કરો.ત્યારબાદ confirm કરી લો.
  • Confirm થયા પછી એક page ઓપન થશે.તેના પર Yes પર ક્લિક કરો.
  • ઓનલાઇન ક્લેમ માટે ક્લિક કરો.
  • ત્યારબાદ પીએફ ઉપાડવા માટે ફોર્મ 31 select કરો.
  • ત્યારબાદ પીએફ ઉપાડવા માટેનું કારણ જણાવો,તમારૂ સરનામું અને કેટલા રૂપિયા ઉપાડવા છે તે પણ માહિતી ભરો.
  • તમારા સ્કેન કરેલા ડોક્યુમેન્ટ અપલોડ કરો જેમ કે આધાર કાર્ડ, પાન કાર્ડ, બેંક પાસબુક
  • ત્યારબાદ પીએફ પેન્શન ફોર્મ એકવાર ચેક કરી લો પછી સબમિટ કરી દો.
  • ત્યારબાદ તમારી અરજી મંજૂર થયા પછી epf માંથી રકમ કાપવામાં આવશે.
  • ત્યારબાદ તમારા બેંક એકાઉન્ટમાં રકમ જમા થશે.પૈસા તમારા ખાતામાં જમા થયા પછી એસએમએસ દ્વારા તમને જાણ કરવામાં આવશે.

  •   રાજીનામાની તારીખ અપડેટ કરવાની પ્રક્રિયા

  તમે તમારી નોકરીમાંથી રાજીનામાની તારીખ પણ ઓનલાઇન અપડેટ કરી શકો છો.તેથી પીએફ સરળતાથી ઉપાડી શકાય છે.

  કર્મચારી પોતાની રાજીનામાની તારીખ અપડેટ કરવા EPFO માં લોગીન કરવું પડે છે.ત્યાં UAN અને પાસવર્ડ વડે લોગીન કરો.ત્યારબાદ સર્વિસ હિસ્ટ્રી પર ચેક લો કે તમારી Exit date છે કે નહીં. Exit date અપડેટ ન હોય તો નીચે આપેલ પગથિયાં મુજબ અપડેટ કરી લો.

  • UAN નંબર અને પાસવર્ડ થી લોગીન કરો.
  • લોગીન થયા બાદ ટોપ મેનુ માંથી મેનેજ ઓપ્શન પર ક્લિક કરો. ત્યાર બાદ માર્ક એક્સિટ પર ક્લિક કરો.
  • એમ્પ્લોયર નું નામ પસંદ કરો 
  • ત્યારબાદ નવું પેજ ઓપન થશે.આ પેજમા તમારી Birth date,Join date,exit date જણાવો.

  • શું પીએફ ઉપાડ રકમ પર ટેક્સ લાગે છે? કરમુક્ત મર્યાદા શું છે?

  પીએફ એકાઉન્ટ માંથી વહેલા પૈસા ઉપાડ પર ટેક્સ લાગી શકે છે.પરંતુ તમે સતત 5 વર્ષ સુધી તમારા પીએફ એકાઉન્ટમાં યોગદાન આપ્યું હોય અને પછી રાજીનામું કે નિવૃત્તિ જાહેર કરી હોય ત્યારે પીએફ ઉપાડ પર tax  લાગતો નથી.5 વર્ષ પહેલાં પીએફ ઉપાડો તો ટેકસ આપવો પડે છે.અને ખાસ તમે ટેક્સના ક્યાં slab માં છો તેનાં પર પણ આધાર રાખે છે.પરંતુ આ મુજબ કિસ્સામાં પીએફ પર ટેક્સ લેવામાં નહિ આવે.

  • PF ની ઉપાડ કુલ રકમ 50,000 નીચેની હોય. 
  • તમને બીમારી હોય કે તબીબી કટોકટીના કારણે પૈસાની જરૂર હોય.
  •  પીએફ રકમ બીજા પીએફ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરે છે. 
  • પીએફ ઉપાડવા માટે ફોર્મ 15G અથવા 15H નો ઉપયોગ કરે.
  • જ્યારે એમ્પ્લોયરનો ધંધો છૂટી જાય ત્યારે

  • EPFO ની PF ઉપાડવા માટેનું ઓનલાઇન ફરિયાદ પોર્ટલ 

  પીએફ ખાતામાંથી પૈસા ઉપાડવા માટે EPFO પર ફરિયાદ પોર્ટલ પરથી ઓનલાઈન અરજી કરી શકો છો. ઈપીએફઓની સેવાઓ માટે ફરિયાદ કરવા માટે તમારે ઈપીએફની ઓનલાઈન ફરિયાદ મેનેજમેન્ટ સિસ્ટમથી તમે ફરિયાદો નોંધાવી શકો છો અને ફરિયાદનું સ્ટેટસ જોઈ શકો છો તેમજ રીમાઇન્ડર્સ પણ મોકલી શકો છો.તમારી અરજીના ડોક્યુમેંટ્સ અપલોડ કરી શકો છો. પાસવોર્ડ ચેંજ કરી શકો, અને અન્ય સુવિધાનો પણ ઉપયોગ કરી શકાય. 

   તમને ફરિયાદ કેવી રીતે કરવી તેની જાણકારી આપીશું. EPFO ની સેવા ફરિયાદ કેમ કરવી ? તમે ફરિયાદ કેવી રીતે કરી શકો?EPFO સાથે સેવા સંબંધિત ફરિયાદ કેવી રીતે નોંધાવવી. હું ફરિયાદ કેવી રીતે નોંધાવું? નવા EPF પેમેન્ટ નિયમો મુજબ તમારે ફરિયાદ નોંધાવવા માટે નીચેના સ્ટેપ્સ ફોલો કરવા પડશે. 

  • EPFO ફરિયાદ વ્યવસ્થાપન સિસ્ટમને  પર જાવ અને રજિસ્ટર ફરિયાદ વિકલ્પ પર ક્લિક કરો.
  • ત્યારબાદ  ફરિયાદ નોંધણી ફોર્મ તરત જ દેખાશે. તમારૂ ફરિયાદ ફોર્મ યોગ્ય રીતે ભરી ડો. અને તમામ જરૂરી  માહિતી  દાખલ કરો.
  • પછી  તમારે ડ્રોપડાઉન વિકલ્પમાંથી સ્થિતિ પસંદ  કરો.
  • લાસ્ટમાં  પીએફ નંબર,એજન્સી નામ,એજન્સીનું સરનામું,સંપર્ક માહિતી, ફરિયાદનું નામ, ફરિયાદની વિગતો ફિલ કરી દો.તમારી ફરિયાદ સબમિટ કરતા પહેલા પ્રદાન કરેલ કેપ્ચર  કોડ દાખલ કરો. 

  • EPFO પર ફરિયાદોના વિવિધ પ્રકારો

   જો તમને નીચેમાંથી કોઈ સમસ્યાઓ હોય તો તમે EPFO ફરિયાદ નોંધાવી શકો છો.

   સંસ્થાનું પ્રમાણપત્ર (10C) 

   ખોવાયેલો અથવા પરત થયેલ ચેક 

   પેન્શન સ્ટેટમેન્ટ (10-D) 

   PF સંચિત ટ્રાન્સફર (F-13)

    PF ક્રેડિટ અથવા PF રસીદ  

  અન્ય સેવાઓ 

  તમારી ફરિયાદો ઑનલાઇન સબમિટ કરી શકો છો.

  તમારી પાસે પોર્ટલ પર ફરિયાદની સ્થિતિ તપાસવાનો વિકલ્પ પણ છે.

   જો તમારી ફરિયાદ નિર્દિષ્ટ સમયગાળામાં ઉકેલાતી નથી, તો તમે સરળતાથી રીમાઇન્ડર મોકલી શકો છો.

  આ કરવા માટે તમારો ફરિયાદ નોંધણી નંબર અને પાસવર્ડ દાખલ કરીને આ પોર્ટલનો ઉપયોગ કરી શકો છો. 

  • PF ખાતામાંથી  ઉપાડ કરવાના પ્રકારો  

  નવા EPF ચુકવણી નિયમો  PF ધારકને  EPFO સભ્ય પોર્ટલ પરથી ત્રણ અલગ-અલગ પ્રકારની  PF ઉપાડવાની સુવિધા પૂરી પડે છે.

  •  PFનો આંશિક ઉપાડ 
  •  PF ફાઇનલ સેટલમેન્ટ
  •  પેન્શન ઉપાડ 

   કર્મચારી ભવિષ્ય નિધિના સભ્યો ઉપરોક્ત  પ્રકારો થી PF ઉપાડી શકે છે.આ ફક્ત EPFO મેમ્બર પોર્ટલથી જ કરી શકે છે.તમારા આધાર કાર્ડની વિગતો UAN સાથે લિંક કરી છે, તો તમારે તમારા એમ્પ્લોયર દ્વારા વેરિફિકેશનની જરૂર પડશે. તે પછી જ તે પીએફ ઉપાડી શકાશે.દરેક PF ઉપાડ પ્રકાર પર અલગ અલગ નિયમો લાગુ પડે છે. 

  • પીએફ ઉપાડ નિયમ 

  PF ઉપાડવાનાની શરતો નીચે મુજબ છે.

  •  જો કર્મચારી બેરોજગાર અથવા નિવૃત્ત હોય તો નિવૃત્તિ બચત કરમુક્ત છે. 
  •  5 વર્ષની સેવા પહેલા ઉપાડ કરપાત્ર છે. જો કે, 5 વર્ષ સતત નોકરી કર્યા પછી ઉપાડ કરમુક્ત થશે. 
  •  કર્મચારીઓ ને  સંયુક્ત  દાવા ફોર્મનો ઉપયોગ કરીને સરળતાથી અંતિમ દાવા અથવા આંશિક ઉપાડ અરજી  સબમિટ  કરી શકે છે.
  •   નેશનલ પેન્શન પ્લાનમાં ટ્રાન્સફર કરાયેલા તેના EPF ફંડ માંથી કપાત કરમુક્ત છે. 
  • નવા PF ઉપાડ નિયમ હેઠળ, વ્યાજ ની આવક અને મૂડી કર પાત્ર હશે  પણ જો કર્મચારી પાંચ વર્ષની અંદર  PF ઉપાડ કરે તો જ ટેક્સ લાગશે.5 વર્ષ પછી ઉપાડ પર ટેક્સ લાગશે નહીં.

  • PF ઉપાડની પ્રોસેસ 

  • નવા પીએફ ઉપાડ  નિયમો જણાવે કે EPFO PF ધારકને PF કરવા ઉપાડ  માટે એમ્પ્લોયરની સંમતિની હવે જરૂર નથી. 

  • PF ધારકને ખાતરી કરવી જોઈએ કે આધાર કાર્ડ  તેના UAN સાથે લિંક છે.
  • EPFOએ એક  સયુક્ત અરજી ફૉર્મની સુવિધા ચાલુ કરી છે. તેનાથી આંશિક અથવા સંપૂર્ણ રકમની અરજી કરી શકો છો. 
  • PF ઉપાડની સમગ્ર પ્રક્રિયા સરળતાથી ઓનલાઈન કરી શકાય છે. 
  • UAN વેબસાઇટ અથવા તેના EPFO સભ્ય પોર્ટલ દ્વારા PF ઉપાડી શકે છે.
  • ક્લેમ સેટલમેન્ટ લગભગ 5-30 દિવસ જેવો સમય લાગે છે.

  • પીએફ ઉપાડ દાવા અરજી ફોર્મ

  • આ દાવા અરજી ફોર્મ કર્મચારીની ઉંમર, લાયકાત અને રોજગાર સ્થિતિના આધારે બદલાય છે.
  • પેન્શન અથવા ભવિષ્ય નિધિમાંથી ઉપાડ કરવા માટે, તમારે આ ફોર્મ સબમિટ કરવું જરૂરી છે.
  • નવા પીએફ ઉપાડના નિયમો અમલમાં આવતા પહેલા, ફોર્મ 19, ફોર્મ 10C અને ફોર્મ 31 દ્વારા ઉપાડ કરવામાં આવતો હતો.
  • આ ફોર્મને સયુક્ત દવા ફોર્મ સાથે બદલવામાં આવ્યું છે.
  • આ ફોર્મ માટે હવે કર્મચારીનો આધાર ડેટા જરૂરી છે.
  • પીએફ અરજી ફોર્મ કેટલાક માપદંડોના આધારે બદલાય છે.

  Post a Comment

  0 Comments