કેન્સરની સારવાર માત્ર 7 મિનિટમાં ; દર્દીઓને મળશે રાહત

કેન્સરની સારવાર માત્ર 7 મિનિટમાં ; દર્દીઓને મળશે રાહત

કેન્સર સારવાર

 વિશ્વમાં કેન્સરની સારવાર માટે ઇંગ્લેન્ડ પહેલો દેશ બનશે જ્યાં કેન્સરના દર્દીને 7 મિનિટ જ સારવાર થશે.ત્યાંની National Health Service જે ઈલાજ કરવા જઈ રહ્યો છે,જેમાં કેન્સરના દર્દીઓને એક જ ઈન્જેક્શન થી સારવાર આપનારી દુનિયાની પહેલી કંપની બનવા જઈ રહી છે.અને માત્ર સારવાર 7 મિનિટ માં જ થઈ જશે.

 ઝડપી સારવાર આપનાર પ્રથમ દેશ બનશે

NHS મુજબ  Atezolizumab જેને Tacentric તરીકે પણ ઓળખવામાં આવે છે. જે દર્દીઓને ડ્રિપ આપીને તેની નસોમાં આપવામાં આવે છે. આ સારવારમાં કેટલાક દર્દીઓ માટે 30 મિનિટ કે પછી 1  કલાકનો સમય લાગે છે,વધારે સમય પણ લાગી શકે છે.જેથી દવા નસો દ્વારા શરીરમાં પહોંચાડવી મુશ્કેલ થાય છે.NHS દ્વારા નવી રીતથી આ દવા ડાયરેક્ટ ચામડીની નીચે ઈન્જેક્શનથી આપવામાં આવે છે.જેમાં નસોથી દવા આપવામાં આવતી નથી.આ નવી ટેકનીક ની સારવાર કરવામાં બ્રિટન પહેલો દેશ બની જશે.


  સમાચાર અનુસાર West Suffolk NHS Foundation  સલાહકાર ઓન્કોલોજિસ્ટ ડો. અલેક્સજેંડર માર્ટિને પ્રમાણે,  "આ મંજૂરી અમને અમારા દર્દીઓ માટે વધુ અનુકૂળ અને ઝડપી સંભાળ આપવા માટે જ નહીં, પરંતુ અમારી ટીમોને દિવસભર વધુ દર્દીઓની સારવાર કરવામાં સમક્ષ બનાવશે." 

  

રોશે પ્રોડક્ટ્સ લિમિટેડના મેડિકલ ડિરેક્ટર મારિયસ સ્કોલ્ટ્ઝે જણાવ્યા અનુસાર, "આ પ્રક્રિયામાં લગભગ 7 મિનિટનો જ સમય લાગે છે, જ્યારે વર્તમાનમાં આ સમયમાં 30 થી 60 મિનિટનો સમય લાગે છે.


આ પણ તમને ગમશે :


Post a Comment

0 Comments