Lifestyle/ચહેરાની ચરબીથી ચિંતિત છો?તો ગભરાશો નહીં,ચરબી ઘટાડવા માટે આ પગલાં અનુસરો આ

 Lifestyle/ચહેરાની ચરબીથી ચિંતિત છો?તો ગભરાશો નહીં,ચરબી ઘટાડવા માટે આ પગલાં અનુસરો

Lifestyle/ચહેરાની ચરબીથી ચિંતિત છો?તો ગભરાશો નહીં,ચરબી ઘટાડવા માટે આ પગલાં અનુસરો



 


દરેકને સુંદર દેખાવું ગમે છે.એના માટે ઘણા પ્રયત્ન કરતા હોય છે.પણ આજની લાઇફ સ્ટાઇલ થી લોકોના શરીર બેડોળ બનવા લાગ્યા છે.આ બેડોળ શરીરને સુંદર બનાવવા માટે લોકો શરીરની ચરબી ઓછી કરવા પ્રયત્ન કરતા હોય છે.લોકો હાથ, પગ અને પેટની ચરબી વધવા લાગી છે.તે ચરબીને ઓછી કરવા તેની પાછળ સખત મહેનત હોય છે. પરંતુ સૌથી ઉપર ચહેરાની ચરબી ઓછી કરવી ખૂબ મુશ્કેલ હોય છે. ચહેરા પર જમા થયેલી ચરબી ચહેરાની સુંદરતામાં ઘટાડો કરે છે. ગોળમટોળ ગાલ અને ડબલ ચિન તમારી સુંદરતા ઘટાડી દે છે.ચેહરા પર ચરબી જમા થવાને કારણે લોકો તેમની ઉંમર કરતા મોટા દેખાવા લાગે છે.આનું કારણ ખાવાની ખોટી આદતો અને ખરાબ જીવનશૈલીના કારણે ચહેરા પર વધારાની ચરબી જમા થતી હોય છે.અમે તમને ચહેરાની ચરબી ઘટાડવાની કેટલાક આસાન પગલાં જણાવી રહ્યા છીએ...


બને એટલું પાણી પીઓ :

 જમતા પહેલા એક ગ્લાસ પાણી પીવું ખૂબ જ જરૂરી છે. ભોજન કરતા પહેલા પાણી પીવાથી વજન ધીમે ધીમે ઘટવા લાગે છે.શરીરની ચરબી ઘટે છે.

 

   તંદુરસ્ત આહારનું ખોરાકમાં લો

      દરરોજ લીલા શાકભાજી, દૂધ, ફળો ખાઓ અને જંક ફૂડ અને તળેલા ખોરાકને અવગણો જેથી શરીરનું આરોગ્ય જણાવાય છે.


 

કાર્ડિયો એક્સરસાઇઝ 

 ઘણા ડોકટરો પણ કાર્ડિયો એક્સરસાઇઝ કરવાની સલાહ આપે છે અને ઘણા રિસર્ચમાં જાણવા મળ્યું છે કે જો તમે રોજ કાર્ડિયો એક્સરસાઇઝ કરો છો તો ધીમે-ધીમે ચહેરાની ચરબી ઓછી થવા લાગે છે. જો તમે હાર્ડ કાર્ડિયો વર્કઆઉટ કરશો તો તમારા ચહેરાની ચરબી જલ્દી જ ગાયબ થઈ જશે. 


ઓછું આલ્કોહોલ પીવો


આલ્કોહોલ પીવાથી શરીર હાઇડ્રેટ થાય છે અને તેની અસર ચહેરા પર જોવા મળે છે. તેની સાથે જ ચહેરામાં પાણીની ઉણપ થવાથી ચહેરો ભરાવદાર દેખાય છે. 

  

 

  ફેશિયલ એક્સરસાઇઝ

   એક રિસર્ચ અનુસાર એક્સરસાઇઝ અથવા ફેશિયલ એક્સરસાઇઝ ચહેરાના સ્નાયુઓને મજબૂત અને ટોનિંગ કરવામાં ઘણી મદદ કરે છે. પરંતુ આપણે એમ ન કહી શકીએ કે ચહેરા પરની ચરબી સંપૂર્ણપણે દૂર થઈ જશે. ચહેરાની કસરત ચહેરાને મજબૂત બનાવવામાં મદદ કરી શકે છે. ચહેરાની આ કસરતથી કરચલીઓ પણ દૂર થાય છે. 

  

Post a Comment

0 Comments