LIC Aadhaar Shila Plan: LIC લાવી છે ખાસ પ્લાન, પોલિસી માં લોનની સુવિધા પણ ઉપલબ્ધ

 LIC Aadhaar Shila Plan: LIC લાવી છે ખાસ પ્લાન, પોલિસી માં લોનની સુવિધા પણ ઉપલબ્ધ

LIC Aadhaar Shila Plan

LIC Aadhaar Shila Plan: ભારતની સૌથી મોટી વીમા કંપની ભારતીય જીવન વીમા નિગમ (LIC) માં વિવિધ પ્રકારના પ્લાન માર્કેટમાં દરેક વય જૂથના લોકો માટે પ્લાન લાવે છે. એલઆઈસી પોતાના ગ્રાહકોના ભવિષ્યને સુરક્ષિત કરવા માટે જીવન વીમા યોજના લાવે છે.આજે આપણે આ લેખમાં LIC આધાર શિલા યોજના વિશે જણાવીશું.

ગરીબ અને મધ્યમ લોકો કે જેઓ ઓછી આવક ધરાવે છે.તેમના માટે એલઆઈસીની આધાર શિલા યોજના રોકાણ વિચાર કરી શકે છે. પણ આ યોજના LIC એ મહિલાઓ માટે જ ચાલું કરી છે.જેમાં તમે તમારી 8 વર્ષની દીકરી,પત્ની કે માતા નો જીવન વીમો લઈ શકો છો.આ યોજનામાં મીનીમમ ઉંમર 8 વર્ષ અને મહત્તમ ઉંમર 55 વર્ષ છે.આ યોજના ખાસ મહિલાઓ માટે નોન-લિંક્ડ, પર્સનલ જીવન વીમા યોજના છે. આ યોજનામાં મેચ્યોરિટીના સમય પર એક નિશ્ચિત રકમ ચૂકવવામાં આવે છે અને પોલિસીની મુદત દરમિયાન પોલિસીધારકના મૃત્યુ થવા પર પરિવારને પોલિસીની રકમ પૂરી પાડવામાં આવે છે.


એલઆઈસીની આધાર શિલા યોજના(LIC Aadhaar Shila Plan) 

  • આ યોજનામાં આધાર કાર્ડ ધરાવતી મહિલાઓ જ આ યોજનામાં રોકાણ કરી શકે છે.
  • ઉંમર મર્યાદા 8 વર્ષ થી 55 વર્ષ છે.એટલે કે 8 વર્ષની છોકરીના નામ પર પણ આ યોજના લઈ શકાય છે.
  •  યોજનાનો પ્લાન 10 થી 20 વર્ષની વચ્ચેનાં સમયગાળા માટે છે
  •  વીમાની રકમ 2 લાખ રૂપિયાથી લઈને વધુમાં વધુ 5 લાખ રૂપિયા સુધી છે. 
  •  આ પ્લાનમાં 3 વર્ષ પછી લોનની પણ લેવાની સુવિધા પણ મળે છે.
  •  મેચ્યોરિટી પર પોલિસીધારક ઈચ્છે તો મેચ્યોરિટીના રૂપિયા દર વર્ષે હપ્તામાં પણ લઈ શકે છે. 
  •  પોલિસીધારકના મૃત્યુ થવાનાં કિસ્સામાં નોમિનીને વીમાની રકમ ચૂકવવામાં આવે છે. 
  •  આ પ્લાનમાં વાર્ષિક પ્રીમિયમના 7 ગણા અથવા સમ-એશ્યોર્ડ રકમના 110 ટકા સુધી હોઈ શકે છે. 
  •  આ પ્લેનમાં પાકતી મુદત પર વીમાની રકમ સાથે લોયલ્ટી એડિશન પણ ઉપલબ્ધ છે.
  •  આ યોજનાની વધારે માહિતી માટે નજીકની LIC ઓફિસ પરથી માહિતી લઈ શકો છો.

Post a Comment

0 Comments