શું મુકેશ અંબાણીએ પોતાની લક્ઝરી હવેલી વેચી દીધી છે? જાણો કેટલામાં વેચાયું.

શું મુકેશ અંબાણીએ પોતાની લક્ઝરી હવેલી વેચી દીધી  છે? જાણો કેટલામાં વેચાયું?

શું મુકેશ અંબાણીએ પોતાની લક્ઝરી હવેલી વેચી દીધી  છે? જાણો કેટલામાં વેચાયું?

  રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ પોતાનું અમેરિકાનું ઘર વેચી દીધું છે. ન્યૂયોર્ક પોસ્ટ દ્રારા મળતી માહિતી અનુશાર, મુકેશ અંબાણીએ મેનહટનમાં પોતાની એક લક્ઝરી પ્રોપર્ટી વેચી દીધી છે. તેણે ન્યૂયોર્કમાં મેનહટન એપાર્ટમેન્ટ $9 મિલિયન એટલે કે લગભગ 74.53 કરોડ રૂપિયામાં વહેચી દીધું . એન્ટિલિયા, મુકેશ અંબાણીના મુંબઈનું ઘર,જે  હંમેશા ચર્ચિત રહે છે.પરતું  હાલમાં તે અમેરિકામાં પોતાનું ઘર વેચવા માટે ચર્ચામાં છે.

 અંબાણીએ વેચ્યું અમેરિકન ઘર

ન્યૂયોર્ક પોસ્ટના રિપોર્ટ અનુસાર, મુકેશ અંબાણીએ મેનહટનમાં પોતાનું ઘર વેચી દીધું છે. તેની પાસે ન્યુયોર્કમાં સુપીરીયર ઇન્ક નામની બિલ્ડીંગના ચોથા માળે 2BHK ફ્લેટ છે, જે તેણે હવે વેચી દીધો છે. હિલેરી સ્વેન્ક અને માર્ક જેકોબ્સ જેવી હસ્તીઓ 17 માળની ઇમારતમાં પડોશીઓ છે. અંબાણીએ આ ઘર થોડા વર્ષો પહેલા 400 W 12મી સ્ટ્રીટમાં ખરીદ્યું હતું. 2,406 ચોરસ ફૂટના એપાર્ટમેન્ટમાં લૉન, એક રસોડું અને 10 ફૂટની છત છે. એક ખાસ આકર્ષણ એ ઘરનો નજારો છે. હકીકતમાં આ ઈમારત હડસન નદીના કિનારે બની રહી છે.ઘરની બહાર બીચનો નજારો સારો છે. આ ઘર 2009 માં બનાવવામાં આવ્યું હતું.પરતું હજી સુધી અંબાણી પરિવારે આ સમાચારની પુષ્ટિ કરી નથી.

એન્ટિલિયામાં રહે છે અંબાણી પરિવાર

એન્ટિલિયા મુકેશ અંબાણી ઘર

 મુંકેશ અંબાણી દેશના સૌથી મોંઘા ઘર એન્ટિલિયાના માલિક છે. આ ઘરમાં અંબાણી પરિવાર રહે છે. લોકેશન મુંબઈ અને આ ઘરમાં 27 માળ છે. જ્યાં અંબાણી પરિવાર એક સાથે રહે છે.

એન્ટિલિયા સિવાય અંબાણી પરિવારની પ્રોપટી 

 એન્ટિલિયા સિવાય અંબાણી પરિવારની લંડન, દુબઈ, ન્યૂયોર્ક સહિત ઘણા દેશોમાં પોતાની પ્રોપર્ટી છે. એન્ટિલિયા પહેલા મુકેશ અંબાણી તેમના પરિવાર સાથે સી વેન્ડ એપાર્ટમેન્ટમાં રહેતા હતા. આ ઘર તેમના પિતા ધીરુભાઈ અંબાણીએ ખરીદ્યું હતું. અંબાણી પરિવારનું પૈતૃક ઘર ગુજરાતના ચોરવાડામાં છે. દેશની બહાર અંબાણી વિદેશમાં પણ ઘણાં ઘરો ધરાવે છે. 

અંબાણી પરિવારે લંડનમાં એક સુંદર ઘર ખરીદ્યું છે. 

તેણે આ ઘર લંડનના સ્ટોક પાર્કમાં 600 કરોડના ખર્ચે ખરીદ્યું છે. આ સિવાય અંબાણી પાસે દુબઈમાં 639 કરોડનું ઘર છે. અંબાણી ન્યૂયોર્કમાં 248 રૂમની હોટલના માલિક છે.


 અસ્વીકરણ : gujaratichhe.com આ માહિતીની સમર્થન આપતું નથી.

Post a Comment

0 Comments