Dr. Ambedkar Awas Yojana Gujarat | ગુજરાત સરકાર આપશે મકાન નિર્માણ કરવા 1,20,000ની સહાય

Dr. Ambedkar Awas Yojana Gujarat | ગુજરાત સરકાર આપશે મકાન નિર્માણ કરવા 1,20,000ની સહાય
    

Dr. Ambedkar Awas Yojana Gujarat

Dr. Ambedkar Awas Yojana Gujarat : 

ગુજરાત સરકાર દ્વારા સમાજના અનુસૂચિત જાતિના લોકો કે જેઓ નબળી આર્થિક સ્થિતિ અને ગરીબી રેખા નીચે જીવન પસાર કરી રહેલા કાચા મકાન ધરાવતા લોકોને ડો.આંબેડકર આવાસ યોજનામાં 1.20 લાખ સુધીની સહાય મકાનનું નિર્માણ કરવામાં આપવામાં આવે છે. ચાલો આ યોજના વિશે વિગત વાર માહિતી મેળવીએ.


    ડો.આંબેડકર આવાસ યોજના થકી તમામ નાગરિકો પાકું આવાસ પ્રાપ્ત થાય તેવો હેતુ છે.આ યોજના ભારત દેશના સંવિધાનના ઘડવૈયા,પ્રથમ કાયદા પ્રધાન,ભારત રત્ન મહાન સમાજ સુધારક ડો. બાબાસાહેબ ભીમરાવ આંબેડકર નાં નામથી આ યોજના સરકાર દ્વારા ચાલું કરવામાં આવી હતી.જે આ યોજનામાં સામાજિક અને શૈક્ષણિક અને આર્થિક રીતે પછાત લોકોને મકાન સહાય પૂરી પાડવાની છે.જે લોકોને પાકા મકાનો ઉપલબ્ધ કરવાનો હેતુ રહેલો છે.

    આ પણ વાંચો 


    ડૉ. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana Gujarat)

    ડૉ. આંબેડકર આવાસ યોજના લાભ કોન લઈ શકે છે?

    Social Justice & Empowerment Department (SJED) દ્વારા આ યોજનામાં અનુસૂચિત જાતિ (SC) ના લોકોને પાકા આવાસ બનાવવા સહાય પૂરી પાડવામાં આવે છે. આ યોજના થકી, વંચિત સમુદાયના લોકોને રહેઠાણની યોગ્ય વ્યવસ્થા પૂરી કરવાનું છે.જે લોકો કાચા મકાનમાં રહે છે અને ગરીબી રેખા નીચે જીવન જીવતા લોકો આ યોજનામાં સહાય મેળવવા માટે ઇ-સમાજ કલ્યાણ પોર્ટલથી અરજી કરી શકે છે. 


    • યોજના. :- ડૉ. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana)
    • યોજનાનો ધ્યેય :- અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને આ કાર્યક્રમ થકી  આવાસ સહાય પૂરી પાડવી.
    • રાજ્ય :- ગુજરાત
    • લાભાર્થી :- અનુચિત જાતિના નાગરિકો
    • કેટલી સહાય મળવાપાત્ર :- 1.20 લાખ
    •  અરજી કેવી રીતે કરવી : ઓનલાઈન
    •  વેબસાઇટ :- esamajkalyan.gujarat.gov.in

    આ પણ વાંચો :

    ડૉ. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) નો હેતુ 

    • અનુસૂચિત જાતિના નબળી આર્થિક પરીસ્થિતી ધરાવતાં અને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને આવાસ સહાય આપવાનો છે.
    • જે વ્યક્તિઓ પાસે ખુલ્લો પ્લોટ હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણમાં રહી શકાય નહિ તેવા મકાન માલિકને પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે ₹120,000 ત્રણ હપ્તામાં સહાય આપવામાં આવે છે.  
    • મકાન બનાવવા માટે પ્રથમ હપ્તો ₹40,000 જે વહીવટી મંજૂરીના હુકમ સાથે થાય ત્યારે સાથે આપવામાં આવે છે. 
    • બીજો હપ્તો₹.60,000 જે લીન્ટલ લેવલે કામ થાય પછી આપવામાં આવે છે.
    •  અને  ત્રીજો હપ્તો  ₹20,000 શૌચાલય સહિતનું=મકાનનું બાંધકામ પૂરું થાય ત્યારે આપવામાં આવે છે

    ડૉ. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) નાં નિયમો અને શરતો

    • આ યોજનામાં લાભાર્થી કે લાભાર્થીના અન્ય કુટૃંબના સભ્યો દ્વારા સરકારશ્રી દ્વારા ચાલતી અન્ય કોઈપણ આવાસ યોજના હેઠળ લાભ લીધેલ ન હોય.
    • ગ્રામ્ય વિસ્તારમાં વાર્ષિક આવક ₹6 લાખ અને શહેરી વિસ્તારમાં રહેતા પરિવારની વાર્ષિક આવક ₹ 6 લાખથી વધારે ન હોવી જોઈએ.

    • મકાન નિર્માણ માટે સહાયની રકમ ₹1.20 લાખ આપવામાં આવશે.
    •  શૌચાલય બનાવવા માટે  ₹ 12,000 ની સહાય મેળવવા પાત્ર વ્યક્તિઓને અલગથી તે યોજનાના નિયમો મુજબ રકમ મળશે.ખાસ યોજનામાં જે લાભાર્થીને શૌચાલય માટે સહાય ન મળવાપાત્ર નથી તેમણે ફરજિયાત ₹1.20 લાખની સહાયમાંથી જ શૌચાલયનું નિર્માણ કરવું પડશે.
    •  
    • આ યોજનાની સહાયથી નિર્માણ પામેલ મકાન ઉપર “રાજ્ય સરકારની આંબેડકર આવાસ યોજના” મુજબની તક્તી મકાનમાં લગાવવાની રહેશે.

    • મકાન નિર્માણની ટોચ મર્યાદા શહેર વિસ્તાર માટે ₹10,00,000 અને ગ્રામીણ વિસ્તારમાં ₹7,00,00 ની રહેશે. અફોર્ડબ્લ હાઉસિંગ સ્કીમમાં આપવામાં આવતી સહાયમાં શહેરી વિસ્તારમાં ઉપરની ટોચ મર્યાદા લાગુ પડશે નહી.
    • મકાન નિર્માણમાં સહાયના પ્રથમ હપ્તાની ચૂકવણી થયેના 2 વર્ષમાં મકાનનું બાંધકામ પૂરું કરવાનું રહેશે.
    • લાભાર્થીની ઉંમર ઓછામાં ઓછી 21 વર્ષની હોવું જોઈએ.

    ડૉ. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) માં જરૂરી ડોક્યુમેન્ટ્સ 

    • અરજદારનું આધાર કાર્ડ
    • અરજદારનું રેશનકાર્ડ
    • અરજદારની જાતિ જાતિ નો દાખલો
    • અરજદારની કુલ વાર્ષિક આવકનો દાખલો
    •  સરનામાનો પુરાવો જેમાં તમે લાઈટ બિલ ,ડ્રાઈવિંગ લાઇસન્સ, ભાડે રહેતા હોય તો ભાડાકરાર , ચુંટણી કાર્ડ કે રેશનકાર્ડ કોઈ પણ એક સરનામા ના પુરાવા તરીકે જોડી શકો છો.
    • જમીન માલિકીનો પુરાવો જેમાં તમને લાગુ પડતું હોય જેમકે આધાર,મકાન કે પ્લોટનો દસ્તાવેજ,મકાનની અકારની પત્રક અથવા હક પત્રક અથવા મકાનનું સનદ 
    • અરજદારના નામની બેંક પાસબૂક પ્રથમ પાનાની ઝેરોક્ષ અથવા કેન્સલ ચેક 
    • પતિ મુત્યુ પામ્યા હોય તો મરણ નો દાખલો (માત્ર વિધવા મહિલાને લાગુ પડે છે.)
    •  મકાન બાંધવાની જમીન ક્ષેત્રફળ માટે ચતુર્દિશા નકશા કોપી તલાટી મંત્રીની સહી કરેલી હોવી જોઈએ.
    • ચૂંટણી ઓળખપત્ર
    • મકાન બાંધકામ ચિઠ્ઠી
    • સ્વ-ઘોષણા પત્ર(Self Declarition)
    • જે જગ્યાએ મકાન નિર્માણ કરવાનું હોય તે પ્લોટ જર્જરીત થયેલ મકાનનો ફોટો

     

     ડૉ. આંબેડકર આવાસ યોજના (Dr. Ambedkar Awas Yojana) માં લાભ લેવા અરજી પ્રકિયા 

    • ગુજરાત સરકારના સરલ પોર્ટલ પર જઈ તમારા id અને પાસવર્ડ થી લોગ ઇન થાઓ.
    • ત્યારબાર e-samajkalyan પોર્ટલથી અરજી ફોર્મ ભરીને સબમિટ કરી દો.
    • ઉપર ડોક્યુમેન્ટ લિસ્ટમાં જે - જે ડોક્યુમેન્ટ તમને લાગુ પડે છે.તે ડોક્યુમેન્ટ પ્રદાન કરો.

     

    • Dr. Ambedkar Awas Yojana માં ઓનલાઇન અરજી કરવાની લિંક :- CLICK HERE

    • સતાવાર વેબસાઇટ:

       https://esamajkalyan.gujarat.gov.in/

    આ પણ વાંચો :

    શું તમારા બાળકને મોબાઈલ અને ટીવીની જોવાની ટેવ પડી ગઈ છે,તો જ બાળક જમે છે,માતા પિતાની આ ભૂલો હોઇ શકે; થઈ જાવ સાવચેત 

    Post a Comment

    0 Comments