અમદાવાદ ક્રાઈમ: ઘરે પૂજા કરવા બોલાવેલા પૂજારીએ મહિલાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું.

 અમદાવાદ ક્રાઈમ: ઘરે પૂજા કરવા બોલાવેલા પૂજારીએ મહિલાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું.

અમદાવાદ ક્રાઈમ: ઘરે પૂજા કરવા બોલાવેલા પૂજારીએ મહિલાની એકલતાનો લાભ લઈને દુષ્કર્મ આચર્યું.


  • આરોપી મહિલાના ઘરે સામાનનું લિસ્ટ આપવા ગયો હતો.

 

 


અમદાવાદમાં મહિલાએ તેના ઘરમાં પૂજા કરવા માટે પૂજારીનો સંપર્ક કર્યો હતો અને બાદમાં એક દિવસ પૂજારીએ મહિલાની એકલતાનો લાભ લઈ પરિણીત મહિલા પર દુષ્કર્મ આચર્યું હતું. 

આ અંગેની મહિલાની ફરિયાદના આધારે પોલીસે પૂજારીની ધરપકડ કરી છે. પોલીસ કસ્ટડીમાં પકડાયેલ શખ્સ બ્રિજેશ ત્રિવેદી જે જ્યોતિષ છે અને ઘરે કથા અને પૂજા કરવાના બહાને એક મહિલા પર બળાત્કાર ગુજાર્યો હતો, નિકોલ પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 

નવા નરોડામાં રહેતા આરોપી બ્રિજેશ ત્રિવેદીને નિકોલની મહિલાએ ઘરે સત્યનારાયણ કથા કરવા માટે સંપર્ક કર્યો હતો. મહિલાના ઘરે આરોપી પૂજા સામાનનું લિસ્ટ આપવાના બહાને આવ્યો હતો અને મહિલાની એકલતાનો લાભ લઈને તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. તેમજ મહિલાને ધમકી આપી હતી. મહિલાએ નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે આરોપીની ધરપકડ કરી હતી. બ્રિજેશ ત્રિવેદી બ્રિજેશ ત્રિવેદીના સંપર્કમાં આવ્યો જ્યારે 10 વર્ષ પહેલા મહિલાએ તેના પહેલા પતિના ઘરે પૂજા અર્ચના કરી હતી, પરંતુ 2018માં મહિલાએ તેના પહેલા પતિના દારૂના નશાના કારણે છૂટાછેડા લીધા અને ફરીથી લગ્ન કર્યા. જ્યાં મહિલાએ નિકોલ સ્થિત તેના ઘરે સત્યનારાયણની કથા, મંગલ દોષ અને પુત્રના વિઝા માટે બ્રિજેશ ત્રિવેદીનો સંપર્ક કર્યો હતો.

 27 જુલાઈના રોજ પૂજા કથા માટે રૂપિયા 1500 થી 2000 નક્કી કરવામાં આવી હતી અને સામાન મહિલા દ્વારા લાવવાનું કહેવામાં આવ્યું હતું. આરોપી મહિલાના ઘરે સામાનનું લિસ્ટ આપવા ગયો હતો, પરંતુ તેનો પતિ બહાર ગયો હતો અને મહિલાની એકલતાનો ફાયદો ઉઠાવી તેની સાથે બળાત્કાર ગુજાર્યો હતો. આરોપીએ અન્ય કોઈ ગુનો કર્યો છે કે કેમ તે મુદ્દે તપાસ શરૂ કરવામાં આવી છે અને મહિલા અને આરોપીની મેડિકલ તપાસ કરાવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Post a Comment

0 Comments