World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

   World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

વર્ષના 365 દિવસોમાંથી મોટાભાગના દિવસની ઉજવણી થાય વિશ્વમાં થતી રહે છે.આ દિવસે World Snake Day તરીકે ઉજવવામાં આવે છે.

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

  સાપ કે નાગ અંગે વિશ્વમાં અન્ય પ્રાણીઓની સરખામણીએ સૌથી વધારે ગેરમાન્યતા જોવા મળે છે.જેથી Snake(સાપ) અંગે માનવીમાં જે ગેરમાન્યતા દૂર કરી જાગૃતિ લાવવા માટે આ દિવસે World Snake Day તરીકે ઉજવવામાં આવે છે. જેથી સાપ અંગે ભ્રમણા  દૂર થાય અને સાપ અંગે જાગરૂકતા ફેલાય.

આ દિવસે લોકોને સાપની પ્રજાતિઓ અંગે  માહિતી આપવામાં આવે છે.અને સાપ વિશે સાચી વિગત આપીને લોકોમાં ગેરમાન્યતા દૂર કરવી છે.

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

ભારતમાં સાપની પૂજા  

 • ભારતમાં નાગને ભગવાન સ્વરૂપે પણ માનવામાં આવે છે. તેની પૂજા થાય છે.
 •  નાગપાંચમ જેવા તહેવાર પણ ઉજવાય છે. પરંતુ ભારત સહિત વિશ્વભરમાં નાગ અંગે ખૂબ જ ગેરમાન્યતાઓ છે. 
 • સાપ પર્યાવરણ માટે મહત્વના જીવ છે, પણ લોકોમાં તેને લઈને ખૂબ ડર ફેલાયેલો છે. સાપ અંગે ઘણી દંતકથાઓ પણ જોવા મળે છે.

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

વિશ્વના દરેક ખૂણે છે સાપ

 • નાગ સૌથી પ્રાચીન જીવ પૈકીના છે. વિશ્વની દરેક સભ્યતામાં તેનો ઉલ્લેખ છે. અત્યારે વિશ્વમાં સાપની લગભગ  3500 પ્રજાતિઓ છે. 
 • ઉત્તરી કેનેડાના હિમ વિસ્તાર ટુંડ્રાથી લઈ એમેઝોનના જંગલો અને દરેક રણ અને મહાસાગરમાં સાપ જોવા મળે છે.
 •  સાપ શિકારી જીવ છે, જે પર્યાવરણમાં સંતુલન રાખવા મહત્વની ભૂમિકા ભજવે છે.

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

ખેતરોમાં સાપ

 • ખેતરમાં સાપનું દેખાવું સારો સંકેત મનાય છે. સાપ પાકને નુકસાન કરનાર જીવ જંતુઓને ખાઈ જાય છે.
 •  અનાજના સૌથી મોટા દુશ્મન પૈકીના ઉંદરને પણ સાપ ખાઈ જાય છે. પાક બચાવવા માટે વિશ્વમાં ઘણા ખેડૂતો સાપને ઉછેરે છે.જેથી પાક ને નુકશાનથી બચાવી શકાય.

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?કુતુહલ જન્મે  

 • સાપ કુતુહલ ઉભું કરતું જીવ છે. તેઓ દેખાવમાં આકર્ષક લાગે છે. તે વિવિધતાથી ભરેલા છે.વિવિધ રંગના સાપ જોવા મળે છે.
 •  જેથી ઘણી વખત બિહામણા પણ લાગે છે. સાપના પૂર્વજ ડાયનોસોરના પણ પૂર્વજ સરીસૃપ છે. 
 • કેટલાક લોકો સાપને પાળે છે. ભારતમાં તો તેને પાળનારી આખી જાતિ અસ્તિત્વમાં છે.

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

  સાપનું રહેઠાણ

 • સાપ પાળવો સરળ નથી. સાપને પાળવા માટે તેના અંગે જાણકારી હોવી જરૂરી છે. સાપ દર માં રહેતા હોય છે.
 • સાપનું યોગ્ય રહેઠાણ શું છે તેની વિગતો પણ હોવી જોઈએ. જંગલો કપાઈ જવાથી સાપની પ્રજાતિઓ ઓછી થવાનું જોખમ વધી રહ્યું છે. 
 • સાપ એન્ટાર્કટિકા સિવાય દરેક જંગલ અને સમુદ્રમાં જોવા મળે છે.વિશ્વના દરેક ખૂણે સાપ મળી જાય છે .

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

 સાપનું  ભોજન શું હોય છે

 • તેઓ જંતુઓથી લઈ ઉંદર અને દેડકા ખાય છે. તેઓ શિકારને આખેઆખો ગળી જાય છે.
 •  તેઓનું નીચેનું જડબું ઉપરના જડબાથી અલગ હોય છે. મોટા સાપ તો હરણ, ડુક્કર અને વાંદરા પણ ગળી જાય છે. તેમની સુરક્ષા પદ્ધતિ જોરદાર હોય છે.
 •  ઘણા સાપની ફેણમાં ઝેર હોય છે. ખતરાનો અનુભવ થાય ત્યારે તેઓ ડંખ મારે છે. સાપના કરડવાથી માણસનું પણ મોત નિપજી શકે છે.

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

ભારત જેવા દેશમાં સાપનો ડર વધુ છે.કારણ કે સાપ વિશે ખોટી માન્યતા ફેલાયેલી જોવા મળે છે. સાપ કરડી ન જાય તેવા ડરથી તેમને મારી નાંખવામાં આવે છે. જેથી સાપ અંગે લોકોમાં જાગૃતિ લાવવા આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.ઘણી વખત સાપ કરવાથી લોકોમાં જાગરૂકતાનાં અભાવે મોત નાં સમાચાર જોવા મળે છે.કારણ કે ઘણી વખત સાપ કરડવાથી લોકો હોસ્પિટલની જગ્યાએ ભૂવા,તાંત્રિક,ફકીર પાસે દર્દીને લઈ જાય છે અને મોતને ભેટે છે કેમ કે તે સાપ ઝેરી હોય છે.

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

ઘણી વખત લોકો સાપનું ઝેર ઉતારનાર પાસે લઈ જાય છે ત્યારે મોટાભાગે બિનઝેરી સાપ કરવાથી લોકોને કશું થતું નથી .પણ જ્યારે ઝેરી સાપ વ્યક્તિને કરડે છે અને તેમને હોસ્પિટલની જગ્યાએ સાપનું ઝેર ઉતારનાર પાસે લઈ જવામાં આવે ત્યારે સારવાર ન મળવાથી મુત્યુનો ભોગ બનવું પડે છે.જેથી લોકોમાં જાગૃકતા કેળવવી જોઈએ.અલબત્ત, જાગૃતિ આવતા સ્થિતિ ધીમે ધીમે સુધરી રહી છે. સાપથી માત્ર સાવધાન રહેવાની જરૂર હોય છે. 

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

આ ઉપરાંત ઝેરીલો સાપ કરડી જાય તો શું કરવું જોઈએ? તેની જાણકારી પણ રાખવી જોઈએ. 

 • પ્રાથમિક સારવાર તરીકે સાપ જે હાથ પગ કે અન્ય સ્થળે કારડ્યો હોય તે જગ્યાએ મજબૂતીથી બાંધી દેવી જોઈએ  
 •  વ્યક્તિને તાત્કાલિક દવાખાને ખસેડવો જોઈએ.

World Snake Day: સાપ માટે આ ખાસ દિવસ ઉજવવા પાછળના કારણો શું છે?

  સાપ વિશે રસપ્રદ માહિતી.

 • વિશ્વમાં 3,500થી વધુ સાપની પ્રજાતિઓ છે
 • વિશ્વનો સૌથી નાનો સાપ બાર્બડોસ થ્રેડ છે, જેની લંબાઈ માત્ર 4 ઇંચ છે
 • જ્યારે સૌથી લાંબો સાપ ગ્રીન એનાકોન્ડા છે, જેની લંબાઈ 6 મીટરથી વધુ નોંધાયેલી છે
 • સાપ એ પર્યાવરણનો મિત્ર છે. તેને બચાવવાએ આપણી નૈતીક ફરજ છે.સાપ પર્યાવરણની કડીને સંતુલિત રાખે છે. આપણા ગુજરાતમાં મુખ્યત્વે ચાર સાપ ઝેરી છે.  
 • સાપને પોતાના જીવનુ જોખમ જણાય તોજ હુમલો કરે છે. આપના આસપાસ સાપ જોવા મળે તો વનવિભાગનો સંપર્ક કરી શકો છો. 
 • ચાલો સૌ સાથે મળી પર્યાવરણનું આ એક મહત્વનું અંગ છે તેને બચાવવાનો પ્રયાસ કરીએ.

Post a Comment

0 Comments