રાજકોટ જિલ્લો ડિજિટલ બન્યો :- રાજ્યના ટોપ ટેન શહેરોમાં જેતપુર, ધોરાજી, ગોંડલ, ઉપલેટાનો પણ સમાવેશ

 રાજકોટ જિલ્લો ડિજિટલ બન્યો :- રાજ્યના ટોપ ટેન શહેરોમાં જેતપુર, ધોરાજી, ગોંડલ, ઉપલેટાનો પણ સમાવેશ

રાજકોટ જિલ્લો ડિજિટલ બન્યો


  • રાજકોટ જિલ્લો ડિજિટલ બન્યો ; અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત ૧૧૭ સરકારી સ્થળો ઉપર વાઈ-ફાઈ
  • બસસ્ટેન્ડો, હોસ્પિટલો, કોર્ટ, પુસ્તકાલયો, મામલતદાર સહિતની કચેરીઓ બની આધુનિક


ગુજરાત સરકારના સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા વર્ષ ૨૦૧૮થી અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટનું અમલીકરણ કરવામાં આવ્યું હતું. ડિજિટલ ઇન્ડિયાની દિશામાં નક્કર પગલા લેવા આ ક્ષેત્રે ગુજરાતના ૫૫ શહેરો પૈકી રાજકોટ જિલ્લાના ચાર શહેરો ધોરાજી, ગોંડલ, ઉપલેટા અને જેતપુરનો સમાવેશ થાય છે. રાજ્યના ટોપ ટેન શહેરોમાં રાજકોટ જિલ્લાના જેતપુર શહે૨નો અને જેતપુર શહેરના બસ સ્ટેન્ડમાં ઉપલબ્ધ હોટ-સ્પોટ સુવિધાનો સૌથી વધુ ઉપયોગ થાય છે. અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટ અંતર્ગત રાજકોટ જિલ્લાના સરકારી સ્થળો પર ૧૧૭ વાઈ-ફાઈના એક્સેસ પોઈન્ટ કાર્યરત છે. આમ રાજકોટ જિલ્લો ડિજિટલ બન્યો છે


ઈ.સી.ટી ઓફ્સિર નમ્રતાબેન નથવાણીના જણાવ્યા પ્રમાણે, સાયન્સ અને ટેકનોલોજી વિભાગ દ્વારા રાજકોટ જિલ્લામાં ૨૫ સરકારી સ્થળો પર હોટસ્પોટ અને અર્બન વાઈ-ફાઈ પ્રોજક્ટ થકી સરકારી સ્થળો ઉપર ૧૧૭ એક્સેસ પોઈન્ટની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે. જેમાં સીટી બસ સ્ટેન્ડ/ડેપો, સિવિલ હોસ્પિટલ, કોર્ટ, લાઈબ્રેરી, મામલતદાર ઓફીસ, નગરપાલિકા, તાલુકા પંચાયતની કચેરીઓ વગેરેનો સમાવેશ થાય છે. આ કચેરીઓમાં ધોરાજીમાં ૩૨, ગોંડલમાં ૨૧, જેતપુરમાં ૩૩, ઉપલેટામાં ૩૧ સહીત ૧૧૭ અર્બન વાઈ-ફાઈ પ્રોજેક્ટ કાર્યરત છે. તેમજ ૨૫ સ્થળોએ હોટસ્પોટ સુવિધા કાર્યરત છે. જેમાં બસ સ્ટેન્ડમાં ૧૩ એક્સેસ પોઈન્ટ, સિવિલ હોસ્પીટલમાં ૧૮ એક્સેસ પોઈન્ટ, કોર્ટમાં ૧૪ એક્સેસ પોઈન્ટ, પુસ્તકાલયોમાં ૧૧ એક્સેસ પોઈન્ટ, મામલતદાર ઓફીસમાં ૨૨ એક્સેસ પોઈન્ટ, નગરપાલિકાઓમાં ૧૯ એક્સેસ પોઈન્ટ તથા તાલુકા પંચાયતોમાં ૨૦ એક્સેસ પોઈન્ટ કાર્યરત છે.


Post a Comment

0 Comments