ફરિયાદ સંકલનની બેઠકમાં ધારાસભ્યએ સંખ્યાબંધ પ્રશ્નો રજૂ કર્યા

 ફરિયાદ સંકલનની બેઠકમાં ધારાસભ્યએ સંખ્યાબંધ પ્રશ્નો રજૂ કર્યા

Rajkot Jilla seva sadan


રાજકોટ જિલ્લા કલેકટર કચેરી ખાતે ફરિયાદ સંકલન સમિતિની બેઠક યોજાઇ હતી જેમાં ધારાસભ્ય રમેશ ટીલાળા, દર્શિતાબેન શાહ સહિતનાઓએ સંખ્યાબંધ પ્રશ્નો રજૂ કર્યા હતા અને જેમાં ૩૫ જેટલી ઔદ્યોગીક સોસાયટીઓને સૂચિતમાંથી રેગ્યુલર કરવા સરકારમાં દરખાસ્ત કરાયાનો જવાબ મળ્યો હતો.

આ ઉપરાંત શાપર-વેરાવળના હાઇવેના સર્વિસ રોડની મરામત નિકાલ રિપેરીંગ કામ અંગે, પારડી વીજ સબ ડિવિઝનમાં નવા કનેકશન સાથે લાંબુ વેઇટીંગ લિસ્ટ હોવાનું આ પ્રશ્નમાં રજૂ કરાયું હતું. તેમજ લોઠડા, પીપલાણા, પડવલા ઔદ્યોગીક ઝોન ૬૬ કે.વી. સબ સ્ટેશન અંગે સર્વે કરી આગળની કાર્યવાહી કરવામાં આવશે. અને તેના માટે જમીન મેળવવાની કાર્યવાહી ચાલુ હોવાનું અધિકારીઓએ જણાવ્યું હતું.

તેમજ શ્રધ્ધા પાર્ક સોસાયટીને સૂચિતમાંથી રેગ્યુલરાઇઝ કરવાની કામગીરી શરૂ કરી દેવાયાનું પણ જણાવાયું હતું. આ ઉપરાંત સિવિલ હોસ્પિટલના લીકેજ સહિતના મરામતના પ્રશ્નમાં કામગીરી ઝડપથી પૂર્ણ કરવા ધારાસભ્ય દર્શિતાબેન શાહે જણાવાયું હતું.

Post a Comment

0 Comments