ગુજરાતીઓ સોશિયલ મીડિયામાં રાજકીય-સામાજિક પોસ્ટ મૂકતાં ખૂબ ડરે છે.

ગુજરાતીઓ સોશિયલ મીડિયામાં રાજકીય-સામાજિક પોસ્ટ મૂકતાં ખૂબ ડરે છે.ગુજરાતીઓ સોશિયલ મીડિયામાં રાજકીય-સામાજિક પોસ્ટ મૂકતાં ખૂબ ડરે છે.


 સ્ટેટસ ઓફ પોલીસિંગ ઈન ઈન્ડિયા રિપોર્ટના તારણ ; ૮ ટકા  ગુજરાતીઓને કાર્યવાહી થવાનો સહેજેય ડર લાગતો નથી.બાકી ૩૩% ગુજરાતીઓ ખુજ ડર અનુભવે છે.

 

ગુજરાતમાં ૩૩ ટકા લોકોને સોશિયલ મીડિયા પર રાજકીય અને સામાજિક પોસ્ટ મૂક્તાં ખૂબ જ ડર લાગે છે, રાજકીય- સામાજિક અભિપ્રાય ઓનલાઈન શેર કરવા બદલ કાયદાકીય સજા થશે તેવી તેમને બીક છે જ્યારે ૪૬ ટકા લોકો રાજકરીય પોસ્ટ મૂકતાં કંઈક અંશે ડરે છે તો ૯ ટકા લોકોને ઓછો ડર સતાવે છે, માત્ર ૮ ટકાએ એવા છે જે બિલકુલ ડરતાં નથી. સ્ટેટ્સ ઓફ પોલીસિંગ ઈન ઈન્ડિયા રિપોર્ટ ૨૦૨૩માં આ બાબત સામે આવી છે. કેન્દ્ર સરકાર દ્વારા અનુદાનિત દિલ્હી સ્થિત સેન્ટર ફોર ધી સ્ટડી ઓફ ડેવેલોપિંગ સોશિયટીસ રિસર્ચ દ્વારા આ સર્વે કરાયો હતો.

સોશિયલ મીડિયા પર સરકારની નીતિ-રીતિ પર ટીકા બદલ તેમને સજા થઈ શકે છે તેવા ડરથી મોટા ભાગના લોકો સોશિયલ મીડિયા પર રાજકીય ટિપ્પણી કરતાં નથી. તાજેતરમાં જ એક યુનિવર્સિટીના ગુજરાતી વિભાગના વડાએ કૌભાંડ અંગે કાવ્ય રચના લખી હતી, જેમને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યા

હતા, આ ઘટના પછી એવો બખેડો ઊભો થયો હતો કે, કૌભાંડીઓ સામે પગલાં ભરવાને બદલે આલોચના કરનારા પર કાર્યવાહી કરવામાં આવી છે. આ સર્વેમાં અંગતતા અને ડિજિટલ સર્વેલન્સ, સાયબર ક્રાઈમ, જાસૂસી સહિતના વિવિધ વિષયો પર પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. લોકોને પૂછવામાં આવ્યું હતું કે, તમે સોશિયલ મીડિયા પર રાજકીય અથવા સામાજિક વિષય પર તમારા વિચારની પોસ્ટ મૂકવાથી કોઈ જૂથ દ્વારા કાયદાકીય કાર્યવાહી થશે તેવો ડર લાગે છે કે કેમ, આ સવાલના જવાબમાં ગુજરાતમાંથી ૩૩ ટકાએ જણાવ્યું હતું કે, કાયદાકીય સજાથી તેમને ખૂબ ડર લાગે છે.

સોશિયલ મીડિયા પર રાજકીય-સામાજિક પોસ્ટ કરવામાં ખૂબ ડરેલા હોય તેવા લોકોમાં હરિયાણામાં ૪૧ ટકા, દિલ્હીમાં ૩૨ ટકા, પશ્ચિમ બંગાળમાં ૨૫ ટકા, તામિલડનાડુમાં ૧૯ ટકા, ઉત્તર પ્રદેશમાં ૧૮ ટકા, આંધ્રપ્રદેશમાં ૧૮ ટકા, પંજાબમાં ૧૩ ટકા, આસામ ૧૨ ટકા, કેરાલા ૧૧ ટકા અને મહારાષ્ટ્રમાં ૧૦ ટકા લોકોનો સમાવેશ થાય છે.

Post a Comment

0 Comments