ગુજરાત સરકારની OBC,SC, ST,ની અનામત વિરોધી નીતિ ;જન જાગૃતિ આંદોલન ની શરૂઆત હાર્દિક પટેલના વતન વિરમગામ થી થશે

 ગુજરાત સરકારની OBC,SC, ST,ની અનામત વિરોધી નીતિ ;જન જાગૃતિ આંદોલન ની શરૂઆત હાર્દિક પટેલના વતન વિરમગામ થી થશે.

કિરીટભાઈ રાઠોડ
દલિત અગ્રણી કિરીટ રાઠોડ


ગુજરાત સરકારની OBC,SC, ST,ની અનામત વિરોધી નીતિ વિરુદ્ધ જન આંદોલન નુ વિરમગામ દલિત અગ્રણી કિરીટ રાઠોડ નુ આહવાન

 

વિરમગામ દલિત અગ્રણી દલિત સમાજના કન્વીનર કિરીટભાઈ રાઠોડ એ અખબારીયાદી ને જણાવ્યું હતું કે ગુજરાત સરકાર દ્વારા ડૉ. બાબા સાહેબ આંબેડકર દ્વારા સંવિધાનમાં આપેલ અનામત નો છેદ ઉડાડતા ઠરાવો અને નીતિઓ બનાવી તેનો અમલ કરી રાજ્યના ૭% અનુ.જાતિ, ૧૪% અનુ.જન.જાતિ અને ૨૭% ઓ.બી.સી ના સમૂહને હળ હળ તો અન્યાય કરી રહી છે, તેને હું વખોડું છું,સાથીઓ આપડે ત્રણેય વર્ગના સમૂહો એકત્રિત થઈને અનામત નીતિના ગેર બંધારણીય ઠરાવને નાબૂદ કરવા માટે જન આંદોલન કરવું પડશે,..

જો આપડે આજે નહિ જાગીએ તો આવતી કાલની પેઢીઓ આપણને માફ નહિ કરે.આ બાબતે OBC,SC, STના તમામ સામાજિક સંગઠનો, મંડળો,અને યુવાનો, મહિલાઓ, સામાજિક અગ્રણીઓ, ગોળ પરગણાના આગેવાનો, વસ્તી પંચના આગેવાનો, સરપંચો, સભ્યો, ધારાસભ્યો, સાંસદસભ્યો, અને સહુ રાજકીય અને બિન રાજકીય સામાજિક આગેવાનોએ પોતાની યોગ્ય ભૂમિકા ભજવીને પોતાનું યોગદાન સમાજ માટે આપીને અન્યાય કારી ઠરાવને રદ કરવા માટે આગળ આવે, ગામે ગામ આ અંગે જાગૃતિ મિટિંગો, સભા, સંમેલનો કરી આવેદનપત્ર આપી વિરોધ નોંધાવવા આહવાન કરવામાં આવે છે આ અંગે કોઈ ને કાંઈ પણ સુચન આપવા હોય આપના સૂચનો આવકાર્ય છે કિરીટભાઈ રાઠોડ ને મો. 9727745387 પર સંપર્ક કરી શકે છે.


સંવિધાન બચાવો, દેશ બચાવો, બંધારણ અધિકાર આંદોલન સમિતિ,

વતી ગુજરાતમાં જન જાગૃતિ આંદોલન થશે અને તેની શરૂઆત પાટીદાર અનામત આંદોલનના પ્રણેતા હાર્દિક પટેલના વતન વિરમગામથી થશે તેવું કિરીટ રાઠોડે જણાવ્યું હતું.

Post a Comment

0 Comments