અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં અનુસૂચિત જાતિના સ્મશાન ભૂમિ નીમ કરવા અને અંતિમધામ સુવિધા યુક્ત બનાવવાની માંગ

 અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં અનુસૂચિત જાતિના સ્મશાન ભૂમિ નીમ કરવા અને અંતિમધામ સુવિધા યુક્ત બનાવવાની માંગ

નવસર્જન ટ્રસ્ટ દ્વારા કલેકટર અમદાવાદને આવેદનપત્ર આપ્યું

અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં અનુસૂચિત જાતિના સ્મશાન ભૂમિ નીમ કરવા અને અંતિમધામ સુવિધા યુક્ત બનાવવાની માંગ

અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં અનુસૂચિત જાતિના લોકો માટે માટે સ્મશાન ભૂમિ નીમ કરવા તેમજ અંતિમ ધામ સુવિધા યુક્ત બનાવવાની કાર્યવાહી માટે નવસર્જન ટ્રસ્ટ દ્વારા જિલ્લા મેજિસ્ટ્રેટ અને કલેકટરને આવેદનપત્ર આપીને જુદા જુદા મુદ્દાઓમાં કાર્યવાહી કરવા રજૂઆત કરવામાં આવી.

અમદાવાદ જિલ્લાના ગામડાઓમાં અનુસૂચિત જાતિના સ્મશાન ભૂમિ નીમ કરવા અને અંતિમધામ સુવિધા યુક્ત બનાવવાની માંગ

અમદાવાદ જિલ્લાના ગામોમાં  અનુસૂચિત જાતિના સ્મશાનની જુદી જુદી સમસ્યાઓના નિરાકરણ માટે જિલ્લા સ્તરે જિલ્લા મેજસ્ટ્રેટ અને કલેક્ટર  અને તાલુકા સ્તરે નાયબ કલેકટરો. પ્રાંત અધિકારીઓના અધ્યક્ષ સ્થાને સમિતિની રચના કરવા તેમજ સ્મશાન ભૂમિ નીમ કરવા અને અંતિમ ધામમાં સુવિધાઓની કામગીરી કરવા ગુજરાત સરકારના મહેસુલ વિભાગે કલેક્ટરોને આપેલ લેખિત સૂચનાનું અમલીકરણ થાય તેવી માંગ નવસર્જન ટ્રસ્ટ  દ્વારા કરવામાં આવશે.

આ બાબતે કિરીટ રાઠોડ.સામાજિક કાર્યકર દ્વારા રજૂઆત કરવામાં આવી કે જિલ્લાના ગામડાઓમાં દલિત સમાજના સ્મશાનોની દયનિય હાલત છે. સ્મશાન ભૂમિ નીમ કરવામાં આવતી નથી. અને દલિત સમાજના લોકોની અંતિમ વિધિ કરવામાં હાડમારી વેઠવી પડે છે. ઘણા ગામોમાં સ્મશાન જમીન નીમ કરવામાં જાતિગત હિંસા અને અપમાન, અત્યાચારોના ભોગ પણ બનવું પડે છે. જેને લઇને અમદાવાદ જિલ્લા સ્તરે કલેક્ટર અને અને તાલુકા સ્તરે નાયબ કલેક્ટરોની અધ્યક્ષ સ્થાને સમિતિ બનાવીને  અનુસૂચિત જાતિના બંધારણીય અધિકારોમાં જાતિ, જ્ઞાતિ, વંશ, ધર્મના ભેદભાવ વિના સ્વમાન અને ગૌરવ પૂર્ણ જીવન જીવવાના અધિકારોનુ રક્ષણ કરવાની માંગ નવસર્જન સંસ્થાના અગ્રણીઓ કિરીટ રાઠોડ, કાંતિલાલ પરમાર, વિનુભાઇ મકવાણા, રમીલા પરમાર, જશુ મકવાણા, ગીતા મકવાણા, ચંદ્રિકા ખ્રિસ્તી, કપિલા નાયકા દ્વારા  કરવામાં આવી છે.

Post a Comment

0 Comments