Rajkot માં અખીયા મિલાકે ચેપીના ૨૫૮૫ કેસ નોંધાયા

Rajkot માં અખીયા મિલાકે ચેપીના ૨૫૮૫ કેસ નોંધાયા 

Rajkot માં અખીયા મિલાકે ચેપીના ૨૫૮૫ કેસ નોંધાયા ; આ રોગનાં  બચાવના ઉપાયો જાણો

Rajkot: રાજકોટ શહેરમાં ભારે વરસાદ બાદ તડકો નહીં નીકળતા નેત્રસ્તર દાહ( conjunctivitis) વાયરસ પ્રસરવા લાગ્યો છે. જેના લીધે આંખોમાં ઇન્ફેકશનના દર્દીઓની સંખ્યામાં એકાએક જબરો વધારો થયો છે.રાજકોટ મહાપાલિકાના તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં conjunctivitis નાં ૨૫૮૫ કેસ નોંધાયા છે. શહેર આખામાં ખાનગી હોસ્પિટલો અને દવાખાનાઓ સહિતના તમામની  ગણતરી કરવામાં આવે તો શહેરમાં ૫૦૦૦થી વધુ અખિયાં મીલાકે એટલે કે નેત્રસ્તર દાહ( conjunctivitis)નાં  કેસ હોવાનો અંદાજ છે.

   મહાનગરપાલિકાના તમામ ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં તા.૧૭થી ૨૭ જુલાઇ સુધીમાં કુલ મળીને ૨૫૮૫ કેસ નોંધાયા છે. જેમાં તા.૧૭ના ૧૨૭ કેસ, તા.૧૮ના ૧૫૬, તા.૧૯ના ૧૩૯, તા.૨૦ના ૧૭૪, તા.૨૧ના ૩૭૯, તા.૨૨ના ૨૪૭, તા.૨૪ના ૩૭૩, તા.૨૫ના ૪૯૯ અને તા.૨૬ના ૪૯૧ કેસ નોંધાયા છે. કુલ ૨૫૮૫ કેસમાં ૧૩૮૬ પુષો અને ૧૧૯૯ મહિલાઓ સંક્રમિત થઇ છે.  

મહત્વપૂર્ણ છે કે શહેરમાં છેલ્લા ૧૦ દિવસથી નેત્રસ્તર દાહ( conjunctivitis નો રોગચાળો પ્રસરી ગયો છે તેમ છતાં દર સોમવારે જાહેર કરાતાં મહાપાલિકાના વિકલી એપેડેમિક રિપોર્ટમાં તેનો કયાંય ઉલ્લેખ પણ કરવામાં આવ્યો નથી. ગત સોમવારે જાહેર કરેલા વિકલી એપેડેમિક રિપોર્ટ મુજબ તો છેલ્લા એક સાહમાં મેલેરિયાનો એક, ડેંગ્યુના બે, શરદી-ઉધરસના ૨૭૨, તાવના ૩૫ અને ઝાડા ઉલ્ટીના ૧૫૨ મળી કુલ ૫૬૨ કેસ નોંધાયા છે. 

 રાજકોટ શહેરમાં  હાલ મચ્છર જન્ય, ઋતુ જન્ય વાયરલ ઇન્ફેકશન અને પાણીજન્ય રોગચાળાનું  અસર જોવા મળે છે. મહાપાલિકા દ્રારા જાહેર કરાતા રોગચાળાના કેસની ઉપરોકત સંખ્યા તો પાશેરામાં પુણી સમાન છે, ખરેખર તો જાહેર કરાયેલા કેસ કરતા દસ ગણા વધુ કેસ હોવાનું ખાનગી તબીબી વર્તુળો જણાવી રહ્યા છે.

  આરોગ્ય કેન્દ્રોમાં આવતા દર્દીઓને જો વધુ ઇન્ફેકશન હોય તો તેને આંખમાં નાખવાના ટીપાં અપાય છે અને સામાન્ય ઇન્ફેકશન હોય તેને આંખોનું ધ્યાન રાખવા, આંખને હાથ નહીં અડાડવા,ગોગલ્સ કે સદા ચશ્મા પહેરી રાખવા કહેવાય છે. જો આંખોમાં દુખાવાની ફરિયાદ હોય તો સામાન્ય દવા અપાય છે અને આરામ કરવા કહેવાય છે. એડીનો વાયરસથી થતી આ તકલીફ પરિવારમાં એકને થાય એટલે બીજા સભ્યો પણ સંકમિત થાય છે અને અમુક કિસ્સામાં તો પરિવારના તમામ સભ્યો સંક્રમિત થયા છે. સામાન્ય રીતે ચાર પાંચ દિવસ દવા લેવાથી, ટીપાં નાખવાથી કે પરેજી રાખવાથી સા થઈ જાય છે. પરંતુ જો વાયરલ ઇન્ફેકશનમાંથી બેકટેરિયલ ઇન્ફેકશનમાં પાંતરિત થઇ જાય તો ચિંતાજનક બને છે. સેલ્ફ હાઇજિન મેઇન્ટેઇન કરવું ખૂબ જરી છે, આ પ્રકારની તકલીફમાં સામાન્ય થતા પાંચથી સાત દિવસ થઈ શકે છે.


Post a Comment

0 Comments