ગૌરવ :આત્રોલી જેવા નાનકડા એવા ગામમાંથી કેનેડાની એક મલ્ટીનેશનલ કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે પસંદગી ; પિતા રીક્ષા ચાલવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

ગૌરવ :આત્રોલી જેવા નાનકડા એવા ગામમાંથી કેનેડાની એક મલ્ટીનેશનલ કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે પસંદગી ; પિતા રીક્ષા ચાલવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

માંગરોળ તાલુકાના નાના એવા આંત્રોલી ગામના જીવાભાઇ પરમાર નામના એક વ્યક્તિ છેલ્લા 30 વર્ષથી પોતાના પરિવારનું ગુજરાન છકડો રીક્ષા ચલાવી કરે છે. આખો દિવસ છકડો રીક્ષા ચલાવી માંડ 200 થી 500 રૂપિયાની કમાણી દિવસના અંતે થતી હોય છે.જીવા ભાઈએ પોતાએ ભલે જિંદગીભર છકડો રીક્ષા ચલાવી, કાળી મજૂરી કરી પરિવારનું ગુજરાન ચલાવું છું પરંતુ મારા બાળકોને ભણાવી ગણાવી અને આગળ લાવીશ. નબળી આર્થિક પરિસ્થિતિ હોવા છતાં બંને દીકરાઓને 11-12 સાયન્સમાં એડમિશન લેવડાવ્યા અને આજે મોટો પુત્ર રોહિત વેરાવળ ખાતે આરોગ્ય વિભાગમાં ફરજ બજાવે છે.
ગૌરવ :આત્રોલી જેવા નાનકડા એવા ગામમાંથી કેનેડાની એક મલ્ટીનેશનલ કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે પસંદગી ; પિતા રીક્ષા ચાલવી પરિવારનું ગુજરાન ચલાવે છે.

જ્યારે નાનો પુત્ર કપિલ 11-12 સાયન્સ પૂર્ણ કર્યા બાદ B.Sc. અને ભક્ત કવિ નરસિંહ મહેતા યુનિવર્સિટીમાં કેમેસ્ટ્રીમાં માસ્ટર કર્યું . માસ્ટર કર્યા બાદ યુનિવર્સિટી મારફત જ તેની પસંદગી કેનેડાની આંતરરાષ્ટ્રિય કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે થઇ હતી. જેનાથી સમગ્ર પરિવારમાં આનંદની હેલી આવી છે અને સમગ્ર પરિવાર આનંદવિભોર થઈ ગયો હતો.

જે પલની જીવાભાઈ વર્ષોથી ઇન્તજાર કરતા હતા આખરે એ સ્વપ્ન સાકાર થયું. માંગરોળ તાલુકાનાં સાવ પછાત અને નાનકડા એવા આત્રોલી ગામમાંથી કેનેડાની એક મલ્ટીનેશનલ કંપનીમાં વૈજ્ઞાનિક તરીકે પસંદગી થવી એ ખરેખર ખૂબ જ મોટી સિદ્ધિ કહેવાય. માત્ર 23 વર્ષની વયે લાખોનો પગાર મળવો એ પણ આજના જમાનામાં સિદ્ધિ ગણી શકાય. અને જ્યારે બધા સરકારી નોકરીની પાછળ મેહનત કરી રહ્યા છે તેવા છાત્રો માટે પણ પ્રેરણાદાયક ગણી શકાય. જીવાભાઈ પરમાર જૂનાગઢમાં મધુરમ વિસ્તારમાં રહે છે.પરિવાર નું છકડો રીક્ષા ચલાવી ગુજરાન ચલાવે છે.

Post a Comment

0 Comments