એલર્ટ થઈ જજો...આ વિચિત્ર છેતરપિંડી તમારા સુધી પહોંચવા ન દો, એકદમ નવી પદ્ધતિ જાણો!

 
એલર્ટ થઈ જજો...આ વિચિત્ર છેતરપિંડી તમારા સુધી પહોંચવા ન દો, એકદમ નવી પદ્ધતિ જાણો!


    શહેરમાં અવારનવાર સાયબર ક્રાઈમના કિસ્સાઓ સામે આવે છે. મોટાભાગે સાયબર ક્રાઇમ કરનારા ગુનેગારો ફોન પર વિગતો માંગીને ગુનો આચરતા હતા. પરંતુ આ વખતે એક વિચિત્ર કિસ્સો સામે આવ્યો છે. જેમાં ગઠીયાએ કુપન મોકલીને છેતરપિંડી આચરેલ છે.

   મળતી માહિતી મુજબ લાંભામાં રહેતા પ્રવિણભાઈ ચૌહાણે અસલાલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.

   ગઠિયાએ કંપનીના કર્મચારીને ખોટા નામ આપી છેતરપિંડી કરી ઈનામ તરીકે 8.50 લાખની કૂપન મોકલીને 13,000 રૂપિયા લીધા હતા. પ્રવિણભાઈની દીકરી એપ વડે શોપિંગ કરતી હતી. ત્રણ મહિના પહેલા ત્યાં એક પાર્સલ આવ્યું હતું. તેણે પાર્સલ ખોલતાની સાથે જ તેમાંથી એક ફોર્મ અને કુપન નીકળ્યા. આ કૂપન પર સ્ક્રેચ એન્ડ વિન લખેલું હતું. તો તેમાં લખ્યું હતું કે તે સ્ક્રેચમાં 8.50 લાખ રોકડા જીત્યા છે. પછી એક કોડ હતો અને એક ફોર્મમાં એકાઉન્ટની વિગતો આપવાની હતી, પ્રવિણભાઈએ તે ભરીને ફોર્મ વોટ્સએપ કર્યું. જો કે, બાદમાં ગઠિયાએ જુદા જુદા ચાર્જ અને ટેક્સ હેઠળ 13,000 વસૂલ કર્યા હતા અને અસલાલી પોલીસે ગુનો નોંધી સમગ્ર મામલાની તપાસ હાથ ધરી હતી.


   બીજા બનાવની વિગત એવી છે કે બારેજામાં રહેતા નરેન્દ્રભાઈ રાણાની પત્નીને ત્રણ માસ પહેલા ફોન આવ્યો હતો. જેમાં કોલ કરનારે ફોટો મોકલીને જણાવ્યું હતું કે પાર્સલમાં યુકેથી ગેરકાયદેસર વસ્તુ આવી છે. બાદમાં પોલીસ અને મીડિયા આવશે તેમ કહીને 15 હજાર કબજે કર્યા હતા. આ અંગે અસલાલી પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ખાસ વાત એ છે કે સાયબર ક્રાઈમના ગુનાઓ સતત વધી રહ્યા છે.

Post a Comment

0 Comments