કહો આમાં વ્યાજખોરી ક્યાંથી અટકે છે; પીઆઈ પોતે ફરિયાદ નોંધાવવા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા

 કહો આમાં વ્યાજખોરી ક્યાંથી  અટકે છે; પીઆઈ પોતે ફરિયાદ નોંધાવવા પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા 

ભુજ એસીબીની ટીમની કામગીરી : 

GUJARATICHHE.COM
એ. બી. પટેલ 


ભચાઉના પીઆઈ, રાઈટર લાંચ લેતા એસીબીના સકંજામાં : ભચાઉ પોલીસ સ્ટેશનના પોલીસ ઈન્સ્પેક્ટર અને તેના રાઈટરની પૂછપરછ બાદ ગાંધીધામ એસીબીની ટીમે છટકું ગોઠવી  રૂપિયા પાંચ લાખની લાંચ લેતા જડપી પડ્યા હતા. 

GUJARATICHHE.COM


આ અંગે પ્રાપ્ત માહિતી અનુસાર ભચાઉમાં રહેતા ફરિયાદીએ કેટલાક લોકો પાસેથી વ્યાજે પૈસા લીધા હતા. વ્યાજે લીધેલા પૈસાની વ્યાજ હેરાનગતિથી ફરિયાદી પરેશાન હતો. વ્યાજખોરોની ઉઘરાણીથી કંટાળીને ફરિયાદીએ વ્યાજખોરો સામેની ઝુંબેશના ભાગરૂપે ભચાઉ પોલીસ સ્ટેશનના પી.આઈ.એ.બી.પટેલનો સંપર્ક કરવામાં આવ્યો હતો. દરમિયાન પી.આઈ.એ રૂ.પાંચ લાખની ની લાંચ માંગી હતી. આ ફરિયાદ નોંધાવવા બદલ ફરિયાદી પાસેથી પાંચ લાખ માગ્યા હતા . થોડા દિવસો પહેલા પીઆઈએ આ પૈસાની માંગણી કરી હતી અને ફરિયાદીએ પૈસા આપવાનું વચન આપ્યું હતું, પરંતુ તે લાંચની આ રકમ આપવા માંગતા ન હતા, તેથી તેણે એસીબીનો સંપર્ક કર્યો હતો. દરમિયાન આ વાયદા મુજબ લાંચની રકમ આપવાની હતી. ગાંધીધામ અને ભુજની લાંચ રૂશ્વત વિરોધી બ્યુરોની સંયુક્ત ટીમે આજે છટકું ગોઠવ્યું હતું. જ્યારે સરતાન પટેલે રૂ. પાંચ લાખ પોલીસ સ્ટેશનમાં જ લેતા , એસીબીએ તેની ધરપકડ કરી અને પી.આઈ. એ.બી.પટેલ ઝડપાઈ ગયા હતા.

 એસીબીની જાળમાં ફસાયેલા આ બે કર્મચારીઓ ગાંધીધામ એ.સી.બી. કચેરી દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. પોલીસ સ્ટેશનમાં જ ક્લાસ 2 અને ક્લાસ 3 ના બે પોલીસ અધિકારીઓ પાંચ લાખની લાંચ લેતા ઝડપાયા હતા. આવા લાંચિયા અધિકારીઓ અને કર્મચારીઓ પ્રખ્યાત થયા. ગોહિલના માર્ગદર્શન હેઠળ ભુજ બોર્ડર યુનિટ એસીબીના મદદનીશ નિયામક કે.એચ. ગાંધીધામ પી.આઈ. વી.એસ. વાઘેલા અને તેમની ટીમ કાર્યવાહીમાં જોડાઈ હતી.


આ પણ વાંચો 

જો SBI હોમ લોન પર વ્યાજ વધ્યું છે, તો આ બેંકોનો સંપર્ક કરો, તમારી લોન ઓછા રેટમાં થઈ જશે.

Post a Comment

0 Comments