મોરબીમાં પત્રકારને પોલીસ સ્ટેશન બોલાવી માર મારી ખોટા આરોપમાં ફસાવી દેવાની ધમકી

 મોરબીમાં પત્રકારને પોલીસ સ્ટેશન બોલાવી માર મારી ખોટા આરોપમાં ફસાવી દેવાની ધમકી


મોરબીમાં પત્રકારને પોલીસ સ્ટેશન બોલાવી માર મારી ખોટા આરોપમાં ફસાવી દેવાની ધમકી

  • મોરબીમાં પત્રકારત્વ દ્વારા સત્ય ઉજાગર કરનાર ચોથીજાગીરને એ ડીવીઝન પોલીસ સ્ટેશને બોલાવી પીઆઈ અને ડી-સ્ટાફના પીએસઆઈ કચેરીએ બોલાવી માર મારી અને ખોટા આરોપમાં ફસાવી દેવાની ધમકી આપી હતી.
  •    મોરબી એ ડીવીઝન પોલીસ સ્ટેશનમાં ખુલ્લેઆમ ચાલતી ગેરકાયદેસર પ્રવૃતિઓના પુરાવા સાથે સમાચાર પ્રસિધ્ધ કરતા પીઆઈ અને પીએસઆઈની વાત બરાબર ન ચાલી અને પત્રકારને માર મારવાની ધમકી આપવામાં આવી.

મોરબી જિલ્લામાં સત્ય અને તટસ્થ પત્રકારિત્વ નહી કરવાનુ પોલીસની વાહ વાહ જ કરવાની પોલીસ વિરુધ્ધ નહી છાપવાનુ તેમ કહીને એચ.એમ ટીવી ગુજરાતી ન્યૂઝના એમ.ડી- માલિક ઈરફાન યુનુસભાઈ પલજાને મોરબી સીટી એ ડીવીઝના પીઆઈ હુકુમતસિંહ જાડેજા અને ડી સ્ટાફના પી.એસ.આઈ પોચીયાએ 
નોટીશના નિવેદન આપવાનુ કહી એ ડિવિઝન પોલીસ મથકે બોલાવી પટ્ટા તેમજ ઢીકા પાટુનો માર મારી અને મનફાવે તેવી ભુંડીગાળો આપી અભદ્ર વાણીવીલાસ કરતા કહ્યું હવે પછી ક્યારેય અમારા પોલીસ સ્ટેશન વિરુધ્ધ કાઈપણ સમાચાર છાપીશ તો તને ગમે ત્યાથી ઉપાડીને કોઈપણ ખોટા ગુનામા ફીટ કરી દેશુ કાયદો અમે ચલાવીએ છીએ પી.આઈ.અને પી.એસ.આઈ એ ધમકી આપી હતી કે અમો એ ડીવીજનમા નોકરી પર છીએ ત્યા સુધી અમારા પોલીસ સ્ટેશનના કોઈ પ્રકારના ખરાબ સમાચાર પ્રસિદ્ધ કરતો નહી નહિતર ધંધે લગાડી દેશુ અને એવુ પણ કીધું હતુ કે અમે અહી પોલીસની નોકરી કરવા નથી આવ્યા અમે તમારા જેવા માટે જ આવ્યા છીએ તેવુ કહીને ડી સ્ટાફના પી.એસ.આઈ પગના ભાગે પાંચ જેટલા પટ્ટા માર્યા હતા તેમજ લાફા માર્યા હતા અને મોઢા ઉપર હાથવડેઢીકા મારી પાટુ માર્યા હતા તેમજ પી.આઈ હકુમતસિંહે ફડાકા માર્યા અને ગળુ દબાવી કીધું કે તને કોની હવા છે આવુ વર્તન કરી ચોથી જાગીરને ચોક્કસ પણે દબાવી દેવાનું પી.આઈ અને પી.એસ આઈએ પ્રયાસ કર્યો હતો અને તેઓએ હાથ ઉપાડી મારી લીધા પછી પત્રકારને કહ્યું કે હવે આમા આખળ કાઈપણ કાર્યવાહી કરતો નહી નહિતર અમે ગમેતેવા ગુન્હામા ફીટ કરી નાખશુ
કેમકે મોરબી સીંટી એ ડિવિઝન વિસ્તારમા બે દિવસ પહેલા અમોએ ખુલ્લેઆમ ગેરકાયદેસર પ્રવૃત્તિ થતી હોવાના સમાચાર પુરાવાઓ સાથે એચ.એમ ટીવી ગુજરાતી ન્યૂઝમાં સમાચાર બનાવી પ્રસિધ્ધ હતા જેમાં સીટી એ.ડીવઝન પોલીસ સ્ટેશન ના પી.આઈ.અને પી.એસ.આઈ ને ખરાબ લાગતા તેઓએ મને એક નોટિસના નિવેદન લખાવવા પોલીસ સ્ટેશને બોલાવ્યો હતો ત્યારે પી.આઈ અને પી.એસ.આઈ મને ઓફિસમાં બોલાવી અભદ્ર ભૂંડીગાળો આપી અને મને બેરહમીથી મારમારવામાં આવ્યો માટે હુ એક પત્રકાર છુ સાચુ લખવુ એ મારો ધર્મ છે માટે હું મોરબી જિલ્લાના ઉચ્ચકક્ષાના અધિકારીઓ ને કહેવા માગું છું કે અમો અમારી ફરજના ભાગરુપે સત્ય અને સચોટ સમાચાર પ્રસિદ્ધ કરતાં હોય ત્યારે પત્રકારોને ઓફિસમાં બોલાવી મનફાવે તેવા શબ્દો બોલવાના અને મરજી પડે એવી રીતે માર મારવામાં આવે આ તે કેવો ન્યાય પી.આઈ અને પી.એસ.આઈ છે.હુ પર તટસ્થ અને કાયદાકીય તપાસ કરવા તેમજ આજ પછી મારા પર પી.આઈ હંકાસિંહ જાડેજા મોરબી ખોટા ગુન્હા કે મારી જાનને કાઈપણ જાતનુ જોખમ ઉભુ થાશે તેની તમામ જવાબદારી આ બને પોલીસ અધિકારીઓની રહેશે જો આ અંગે મને ન્યાય નહિ મળે તો ન્યાય મેળવવા પી.આઈ અને પી.એસ.આઈ વિરૂધ્ધ આવેદન આપવામાં આવશે તેમજ ટુક સમયમા પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ અને કાયદામંત્રીને રુબરુ મળીને લેખિત ફરીયાદ આપવામા આવશે..


  

 

Post a Comment

0 Comments