કચ્છ ના રાપર,ભૂજ તાલુકા અનુ.જાતિ ખેતી સા.સ.મંડળી લી ની જમીનો પર માથાભારે તત્વો નું દબાણ

 કચ્છ ના રાપર,ભૂજ તાલુકા અનુ.જાતિ ખેતી સા.સ.મંડળી લી ની જમીનો પર માથાભારે તત્વો નું દબાણ

Gujaratichhe.com


Gujaratichhe.com


  • દબાણકર્તાઓ પાસેથી જમીન ફરી મેળવવા કલેકટર સુધી રજૂઆત
  • અગાઉ અનેક વખત રજુઆતો કરેલ છતાં હજુ સુધી કબ્જો શોપવામાં આવ્યો નથી.
  • તંત્ર ક્યારે પગલાં ભરશે ; કે કોઈ અઘટિત ઘટના બને એ પહેલાં જમીન પરનું દબાણ દૂર કરવા માંગ કરવામાં આવી છે.
  • હાલમાં સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે અનુ. જાતિના બે યુવાનોની જમીન બાબતે હત્યા કરવામાં આવી હતી. અને તેમના પરીવારના અન્ય ચાર જણા ઘાયલ કરવામાં આવ્યા હતાં.


ભુજ તાલુકા અનુસુચિત જાતી સમુદાયીક ખેતી સહકારી મંડળી લી. ના રજીસ્ટ્રેશન નંબર : ૧૯૩૪ સરનામું નાડાપા ખાતે એ મંડળીની જમીનનો દિન-૫ માં કબ્જો અપાવવા બાબતે રજૂઆત કરવામાં આવી છે.જે જમીનમાં માથાભારે ઈસમો ધ્વારા કબ્જો કરવામાં આવેલ છે. જેથી જમીનનો કબ્જો મેળવવા  અરજદારે અગાઉ અનેક વખત રજુઆતો કરેલ છે. પરંતુ તંત્ર ધ્વારા આજદિન સુધી સદરહુ જમીનોનો કબ્જો  મળેલ નથી.

જેથી જમીનોનો કબ્જો દિન-૫ માં  હાથ ધરવા ચીમકી આપવામાં આવી છે.નહિતર નાં છૂટકે મંડળીના સભાસદો દ્વારા  મંડળી જમીનનો કબજો મેળવવાનો ની ફરજ પડશે.

  હાલમાં જ સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે અનુ. જાતિના બે યુવાનોની જમીન બાબતે જાતિવાદી લોકો દ્વારા હત્યા કરવામાં આવી હતી. અને તેમના પરીવારના અન્ય ચાર  વ્યકિતઓ ને ઘાયલ કરવામાં આવ્યા હતાં.

   અરજદારે રજૂઆતમાં જણાવ્યું છે કે મંડળીની જમીનના દબાણકર્તાઓ પણ માથાભારે અને રાજકીય વગ જ ધરાવનાર વ્યકિતઓ છે.જેથી જમીનનો અમો જાતે કબ્જો મેળવવા જશુ, તે સમયે અમારી મંડળીના સભાસદો ઉપર જીવલેણ હુમલો થઈ શકવાની પુરેપુરી શકયતાઓ છે.

જો આ બનાવમાં કોઈપણ જાનહાની થશે તો તેની સંપુર્ણ જવાબદારી સ્થાનિક મામલતદાર, પ્રાંત અધિકારી, જિલ્લા પોલીસ વડા, જિલ્લા કલેકટરશ્રી અને રાજય સરકારશ્રીની રહેશે. જેની ખાસ નોંધ લેવી એવી ચીમકી આપવામાં આવી છે.

  જમીનોનો કબ્જો દિન-૫ માં  સોંપવા જરૂરી   કાર્યવાહી કરવા  માટે રજૂઆત કરવામાં આવી છે.નહિતર જાતે જમીન પર નો કબ્જો દૂર કરવા માટે પગલાં લેવા પડશે.જેની જવાબદારી તંત્રની રહેશે તેવી ચીમકી ઉચ્ચારવામાં આવી છે.

ગુજરાતમાં અનુસૂચિત જાતિના લોકો પર વારંવાર આવા બનાવો બનવા છતાં તંત્ર હજી સુધી ઊંઘ માં છે.વારંવાર રજૂઆત કરવા છતાં પણ હજી સુધી જમીન પરનું દબાણ દૂર કરવામાં આવ્યું નથી.શું તંત્ર કોઈ ઘટના ઘટે તેની રાહ જોઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે.સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના સમઢીયાળા ગામે પણ આજ રીતે રજૂઆત કરવા છતાં કોઈ પગલાં લેવામા આવ્યા ન હતા. જેથી બે અનુસૂચિત જાતિના ભાઈની હત્યા થઈ હતી અને ચાર લોકો ઘાયલ થયા હતા.તંત્ર રોષ નું શિકાર બન્યું હતું.

વહેલી તકે ભુજ તાલુકા અનુસુચિત જાતી સમુદાયીક ખેતી સહકારી મંડળી લી. પરની જમીન પરનું દબાણ દૂર કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે. 

 Post a Comment

0 Comments