રાજકોટઃ પાણીપુરી ફૂડ ખતરનાક, વાસી પાણી, બળી ગયેલું તેલ-બટેટાનો મસાલો ઝડપાયો

 રાજકોટઃ પાણીપુરી ફૂડ ખતરનાક, વાસી પાણી, બળી ગયેલું તેલ-બટેટાનો મસાલો ઝડપાયો

રાજકોટઃ પાણીપુરી ફૂડ ખતરનાક, વાસી પાણી, બળી ગયેલું તેલ-બટેટાનો મસાલો ઝડપાયો


  • પાણીપુરીમાં વપરાતા  તીખા અને મીઠા પાણીના નમૂના: ચારને નોટિસ
  • ફૂડ વિભાગ દ્વારા આજે જુદા જુદા વિસ્તારોમાં પાણીપુરીના ધંધાર્થીઓનું ચેકિંગ


જો તમે સભાનપણે તમારી સંભાળ લઈ રહ્યા છો, તો હવે જાગવાનો સમય છે. કારણ કે શહેરમાં રસ્તાઓ પર વેચાતી પાણીપુરી આરોગ્ય માટે જોખમી બની છે. કોર્પોરેશનની આરોગ્ય શાખા સાથે જોડાયેલા ફૂડ વિભાગ દ્વારા આજે જુદા જુદા વિસ્તારોમાં પાણીપુરીના ધંધાર્થીઓનું ચેકિંગ કરવામાં આવ્યું હતું.

જે અંતર્ગત 57 કિલો દેજીયા તેલ અને વાસી બટેટાનો મસાલો મળી આવ્યો હતો. જેનો નાશ કરી  તીખા-મીઠા પાણી સહિત આઠ ખાદ્યપદાર્થોના સેમ્પલ લેવામાં આવ્યા હતા.


    આજે શહેરના લાલુડી વોંકળી વિસ્તારમાં આવેલ દીપક પાણીપુરીમાં ચેકિંગ દરમિયાન 30 કિલો બળેલું તેલ અને પાંચ કિલો બટેટાનો મસાલો મળી આવ્યો હતો. જેનો સ્થળ પર જ નાશ કરવામાં આવ્યો હતો અને યોગ્ય સંગ્રહ, સ્વચ્છતા અને ફૂડ લાયસન્સ અંગે નોટિસ આપવામાં આવી હતી. મહાદેવ પાણીપુરીમાં ચેકિંગ દરમિયાન 22 કિલો પાણીપુરી સાથે 15 કિલો વાસી પાણી અને 7 કિલો અખાદ્ય બટાટા મસાલાનો સ્થળ પર જ નાશ કરી નોટિસ ફટકારવામાં આવી હતી.સોરઠીવાડી સર્કલ પાસેના રાજ  પાઉંભાજી પાંચ કિલો અખાદ્ય અને સમારેલા શાકભાજીનો નાશ કરવામાં આવ્યો હતો અને નોટિસ આપવામાં આવી છે. નાના માવા રોડ પર મારવાડી બિલ્ડીંગ પાસેના હાઉસ ઓફ સ્નેકમાં  15 કિલો બળેલું તેલ અને બે કિલો વાસી પાસ્તા સહિત 17 કિલો અખાદ્ય ખાદ્યપદાર્થો મળી આવતા નોટિસ ફટકારવામાં આવી હતી.


    અહીંથી પાણીપુરીના  તીખા પાણી અને મીઠા પાણીના નમૂના લેવામાં આવ્યા હતા. પ્રમુખ ઢોસા હબમાંથી લૂઝ સંભાર, નાના માવા મેઈન રોડ પર શિવધારા ફૂડમાંથી અતુલ બેકરીમાંથી રિચ પિસ્તા કૂકીઝ અને કેકનો જ્યુસ, હંસરાજનગર મેઇન રોડ પર પૂજા એન્ટરપ્રાઇઝ, શ્રીજી બેસન એન્ડ ફ્લોર મિલ્કમાંથી રવો, મેંદો અને સોજીનો નમૂનો લેવામાં આવ્યો હતો.

Post a Comment

0 Comments