Rajkot : રાજકોટ બીજેપી નેતા સામે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ

 Rajkot : રાજકોટ બીજેપી નેતા સામે એન્ટી લેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ  

Gujaratichhe.com
વોર્ડ નંબર 5 ભાજપના પ્રમુખ પરેશ લીંબાસીયા


રાજકોટ: શહેરમાં બીજેપી નેતા સામે એન્ટીલેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત ફરિયાદ નોંધાતા રાજકારણ ગરમાયું છે. રાજકોટ ભાજપના વોર્ડ પ્રમુખ વિરુદ્ધ એન્ટીલેન્ડ ગ્રેબીંગ એક્ટ અંતર્ગત પોલીસ ફરિયાદ નોંધાઈ છે. વોર્ડ નંબર 5 ભાજપના પ્રમુખ પરેશ લીંબાસીયા સહિત પરિવારના પાંચ સભ્યો વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાતા શહેરમાં આ મુદ્દો ટોપ ઓફ ધ ટાઉન બન્યો છે.


આ અંગે સામે આવેલી  માહિતી મુજબ  62 વર્ષીય વૃદ્ધાએ બી ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે પોલીસ ફરિયાદ નોંધાવી હતી. વર્ષ 2022માં ખરીદી કરેલ મકાન ખાલી ન કરી આપતા ફરીયાદ નોંધાવવામાં આવી હતી. ફરિયાદી દ્વારા વર્ષ 2022માં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપત બોદર પાસેથી રૂપિયા 26 લાખમાં મકાન ખરીદ કર્યું હતું.


 

Post a Comment

0 Comments