PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

 PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ

PM મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે, જાણો સંપૂર્ણ કાર્યક્રમ


  • પીએમ મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતની મુલાકાતે  
  •    27મી જુલાઇના રોજ રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે
  •    રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે

 PM Modi Gujarat tour :      પીએમ મોદી બે દિવસીય ગુજરાત પ્રવાસે છે. જેમાં પીએમ મોદી 27 અને 28 જુલાઈના રોજ ગુજરાતના પ્રવાસે છે. 27મી જુલાઈના રોજ તેઓ રાજકોટમાં વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે.અને રાજકોટ ગ્રીનફિલ્ડ ઇન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે ઓવરબ્રિજનું ઉદ્ઘાટન રાજકોટના કે.કે.વી.માં  કરશે.


   પીએમ મોદી રેસકોર્સ મેદાનમાં વિશાળ સભાને સંબોધશે

    પીએમ મોદી રેસકોર્સ મેદાનમાં વિશાળ સભાને સંબોધશે. સાથે જ સૌની યોજના લિંક-3 પ્રોજેક્ટ પણ શરૂ કરશે. આ સાથે એરપોર્ટથી રેસકોર્સ મેદાન સુધી રોડ શોનું પણ આયોજન કરવામાં આવ્યું છે. પીએમ મોદી ગાંધીનગર રાજભવનમાં રાત્રિ આરામ કરશે. તેમજ 28મી જુલાઈએ પીએમ મોદી ગાંધીનગરમાં કાર્યક્રમમાં હાજરી આપશે. પીએમ મોદી સેમિકોન ઈન્ડિયા 2023 ઈવેન્ટનું ઉદ્ઘાટન કરશે. આ સાથે પીએમ મોદી ગુજરાતના ધારાસભ્યો અને સાંસદો સાથે લંચ લેશે. જ્યારે પીએમ મોદી 28 જુલાઈની સાંજે દિલ્હી પરત ફરશે.

     ગાંધીનગરમાં મહાત્મા મંદિર ખાતે કાર્યક્રમનું ઉદ્ઘાટન કરશે.

   સેમિકન્ડક્ટર સેક્ટરને પ્રોત્સાહન આપવાના ઉદ્દેશ્ય સાથે, સેમિકોન ઈન્ડિયા 2023 ઈવેન્ટનું આયોજન ઈલેક્ટ્રોનિક્સ અને ઈન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય, ભારત સરકાર દ્વારા ગાંધીનગર, ગુજરાતમાં કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમનું ઉદ્ઘાટન વડાપ્રધાન નરેન્દ્ર મોદી 28 જુલાઈ, 2023ના રોજ ગાંધીનગરના મહાત્મા મંદિર ખાતે કરશે. આ કાર્યક્રમ 30 જુલાઈ સુધી ચાલશે. કાર્યક્રમ શરૂ થાય તે પહેલા ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ એક ખાસ પ્રદર્શનનું ઉદ્ઘાટન કરશે, જે 25 જુલાઈથી લોકો માટે ખુલ્લું મુકાશે. આ પ્રદર્શન લોકોને સેમિકન્ડક્ટર્સની ઉત્પાદન પ્રક્રિયા અને આ ક્ષેત્રમાં થયેલી પ્રગતિ વિશે માહિતગાર કરશે. આ પ્રદર્શન પણ 30 જુલાઈ સુધી સક્રિય રહેશે.


Post a Comment

0 Comments