હવે ડોક્ટર બનવું થયું મોંઘુઃ GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો થયો

  હવે ડોક્ટર બનવું  થયું  મોંઘુઃ GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો થયો 

હવે ડોક્ટર બનવું  થયું  મોંઘુઃ GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો થયો
 હવે ડોક્ટર બનવું  થયું  મોંઘુઃ GMERS મેડિકલ કોલેજની ફીમાં વધારો થયો 
  ગુજરાતમાં હવે જો તમારે ડોક્ટર બનવું હોય તો તમારે ડબલ ફી ચૂકવવી પડશે. કારણ કે GMERS હક્તક મેડિકલ કોલેજની ફીમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં શૈક્ષણિક વર્ષ 2023-24માં MBBS કોર્સમાં પ્રવેશ માટે GMERS હેઠળની 13 અર્ધ-સરકારી અને ખાનગી મેડિકલ કોલેજોની ફી જાહેર કરવામાં આવી છે. ગુજરાતમાં તબીબી અભ્યાસ લાખો રૂપિયાનો ખર્ચ થતો હોવાથી, વિદ્યાર્થીઓ હવે વિદેશમાં સસ્તા તબીબી અભ્યાસક્રમો તરફ વળ્યા છે.

 GMERS હેઠળ કુલ 13 અર્ધ-ખાનગી મેડિકલ કોલેજોએ શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે મેડિકલ ગ્રેજ્યુએશન કોર્સની ફીમાં વધારો કર્યો છે. જેમાં સરકારી ક્વોટાની શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 5.50 લાખ, મેનેજમેન્ટ ક્વોટાની શૈક્ષણિક ફી વાર્ષિક રૂ. 17 લાખ અને NRI ક્વોટાની શૈક્ષણિક ફી વાર્ષિક US$ 25,000 નક્કી કરવામાં આવી છે. અગાઉ, GMERS હેઠળની કોલેજોની ફી સરકારી ક્વોટા માટે રૂ. 3.30 લાખ, મેનેજમેન્ટ ક્વોટા માટે રૂ. 9.07 લાખ અને NRI ક્વોટા માટે US$ 22,000 હતી.


આમ, શૈક્ષણિક વર્ષ 2023-24માં પ્રવેશ માટે તબીબી સ્નાતક અભ્યાસક્રમમાં GMERS હેઠળ આવતી કોલેજોમાં 70થી 90 ટકા જેટલો ફીમાં વધારો થયો  છે. GMERS દ્વારા નવી ફી બાબતનો પરીપત્ર તમામ મેડિકલ કોલેજના ડીનને મોકલી દેવામાં આવ્યું  છે. આ પરીપત્રમાં જણાવામાં આવ્યું છે કે, NRIની ખાલી રહેતી બેઠકો માટે મેનેજમેન્ટ ક્વોટામાં તબદીલ કરવામાં આવતા મેનેજમેન્ટ ક્વોટાના વાર્ષિક ફીના ધોરણ મુજબ પ્રેવેશ આપવાનો રહેશે.

શૈક્ષણિક વર્ષ-2023-24માં પ્રથમ વર્ષની GMERSની 13 મેડીકલ કોલેજોની બેઠકો ઉપર શૈક્ષણિક ફી વાર્ષિક 5.50 લાખ રૂપિયા સાથે સેલ્ફ ફાયનાન્સના લિસ્ટમાં દાખલ કરી સરકારી ક્વોટાની 75% બેઠક પ્રમાણે કુલ 1500 બેઠકો તેમજ શૈક્ષણિક ફી વાર્ષિક 17 લાખ રૂપિયા સાથે મેનેજમેન્ટ ક્વોટાની 10% બેઠકો પ્રમાણે કુલ-210 બેઠક સરકારી ક્વોટાની બેઠકો તરીકે આપવા માટે સરન્ડર કરવામાં આવી છે.

સરકારી ક્વોટાની બેઠક પર પ્રવેશ મેળવાનારા વિદ્યાર્થી પાસેથી તેઓ MBBSનો અભ્યાસ પૂર્ણ કરી તે પછી એક વર્ષ સુધી GMERSમાં સેવા આપવાની રહેશે અને જો આવી સેવા ન આપે તો પાસેથી રૂપિયા 2 લાખ વસુલ કરવાના રહેશે. તેમજ કોઈ તબીબી વિદ્યાર્થી સરકારની યોજનાઓનો લાભ મેળવે તો તેને સરકારના તબીબી શિક્ષણ અને સંશોધન ગાંધીનગરના નિયમ મુજબ બોન્ડ લાગુ રહેશે.

Post a Comment

0 Comments