Nirmala Sitharaman/ Loan વસૂલાતમાં બેંકોની દાદાગીરી કામ નહીં કરે, નાણા મંત્રાલયે કરી મોટી જાહેરાત.

Nirmala Sitharaman/ Loan વસૂલાતમાં બેંકોની દાદાગીરી કામ નહીં કરે, નાણા મંત્રાલયે કરી મોટી જાહેરાત.

Nirmala Sitharaman/ Loan વસૂલાતમાં બેંકોની દાદાગીરી કામ નહીં કરે, નાણા મંત્રાલયે કરી મોટી જાહેરાત.
Nirmala Sitharaman/ Loan વસૂલાતમાં બેંકોની દાદાગીરી કામ નહીં કરે, નાણા મંત્રાલયે કરી મોટી જાહેરાત.


  • જાણો આરબીઆઈના દેવાની વસૂલાતના નિયમો નાણામંત્રી નિર્મલા સીતારમણનો બેંકોને સૂચના
  •  લોન રિકવરી માટે લોકોને હેરાન ન કરવા ચેતવણી આપી.
  •  બેન્કોએ મર્યાદામાં કામ કરવું જોઈએ

    બેંકો લોનની વસૂલાત માટે કૉલ કરીને અથવા અન્યથ કોઈપણ  રીતે લોન લેનારાઓને હેરાન કરતી હોવાના ઘણા કિસ્સાઓ  સંભાળવા મળે છે. હવે આ સમસ્યા સાથે જોડાયેલી ફરિયાદોને જોતા નાણામંત્રી નિર્મલા સીતારમણે એક મોટી જાહેરાત કરી છે. તેમણે બેંકોને 'મર્યાદા'માં રહીને કામ કરવાની ચેતવણી આપી છે.  

તમામ બેંકોને મર્યાદામાં રહીને કામ કરવાનો આદેશ 

    સંસદના ચોમાસુ સત્ર દરમિયાન, જ્યારે એક સાંસદે લોન વસૂલાત માટે સામાન્ય લોકોને હેરાન કરતી અને ધમકી આપતી બેંકો સામે પગલાં લેવા અંગે સરકારને પ્રશ્ન કર્યો, ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમના જવાબમાં કહ્યું કે સરકાર આ દિશામાં સતત કામ કરી રહી છે. તમામ બેંકોને મર્યાદામાં રહીને કામ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.


  નાણામંત્રી નિર્મલા સીતારમણે શું કહ્યું?

    નાણામંત્રીએ કહ્યું કે મને એવી ફરિયાદો પણ મળી છે કે કેટલીક બેંકો લોનની વસૂલાત માટે લોકો સાથે બેરહેમીભર્યું વર્તન કરી રહી છે. સરકાર વતી આરબીઆઈને સ્પષ્ટપણે આવી બેંકો માટે માર્ગદર્શિકા જારી કરવાનું કહેવામાં આવ્યું છે. જાહેર ક્ષેત્રની બેંકો હોય કે ખાનગી બેંકો, તેઓએ દેવાની વસૂલાત માટે કડક પગલાં ન લેવા જોઈએ. જ્યારે પણ દેવાની વસૂલાત માટે સામાન્ય માણસનો સંપર્ક કરવામાં આવે ત્યારે માનવતા અને સંવેદનશીલતાને ધ્યાનમાં રાખવી જોઈએ. 

 RBIની માર્ગદર્શિકા શું કહે છે?

   આરબીઆઈની માર્ગદર્શિકા મુજબ, બેંકના રિકવરી એજન્ટ ગ્રાહકને સવારે 8 થી સાંજના 7 વાગ્યાની વચ્ચે જ કૉલ કરી શકે છે. લોન રિકવરી એજન્ટ ગ્રાહક દ્વારા ઉલ્લેખિત સ્થાનની જ મુલાકાત લઈ શકે છે. બેંક દ્વારા એજન્ટને જારી કરાયેલ ID ગ્રાહક દ્વારા માંગણી પર બતાવવાની રહેશે. બેંક ગ્રાહકની ગોપનીયતાને ખૂબ મહત્વ આપશે. ગ્રાહકને શારીરિક કે માનસિક રીતે હેરાન ન થવું જોઈએ. જો ગ્રાહક સાથે આવું થાય તો RBIને ફરિયાદ કરી શકાય છે.

Post a Comment

0 Comments