Loan Rejection Reasons : શું તમારી લોન રિજેક્ટ થાય છે;તો આ પગલાં અપનાવો તુરંત લોન મળશે

Loan Rejection Reasons : શું તમારી લોન રિજેક્ટ થાય છે;તો આ પગલાં અપનાવો તુરંત લોન મળશે 

શું તમારી લોન રિજેક્ટ થાય છે;તો આ પગલાં અપનાવો તુરંત લોન મળશે   શું તમારી લોન રિજેક્ટ થાય છે;તો આ પગલાં અપનાવો તુરંત લોન મળશે

Loan Rejection Reasons : લોન લેવી દરેક વ્યક્તિની મજબૂરી હોય છે?લોન આર્થિક જરરિયાતોને પૂર્ણ કરી શકે છે.પરંતુ ઘણા લોકોને લોન લેવામાં મુશ્કેલીનો સામનો કરવો પડે છે.તેનું મુખ્ય કારણ છે સિબિલ સ્કોર.કેમ કે સારો સિબિલ સ્કોર હોવાથી લોન મેળવવામાં સફળતા મળે છે અને વ્યાજ દર પણ સારો મળે છે.સિબિલ સ્કોર નીચો હોવાથી વધારે વ્યાજ દરની લોન લેવાની ફરજ પડે છે કે લોન મળી શકતી નથી.કેટલાક લોકો માટે લોન મેળવવી મુશ્કેલ પ્રક્રિયા બની શકે છે. દેશમાં ઘણા લોકોને તેમની જરૂરિયાતો અનુસાર સારા વ્યાજ દરે લોન મેળવવામાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આનું મુખ્ય કારણ સારો ક્રેડિટ સ્કોર ન હોવો છે. ઉપરાંત, ઘણા લોકો પાસે યોગ્ય આર્થિક જ્ઞાન હોતું નથી, તેથી તેઓ પરિસ્થિતિને યોગ્ય રીતે પહોંચી શકતા નથી.તેના કારણે લોન લેવામાં મુશ્કેલી આવે છે.દેશમાં કોઈપણ વ્યક્તિ અથવા સંસ્થાના ક્રેડિટ ઇતિહાસનું મૂલ્યાંકન ક્રેડિટ ઈન્ફોર્મેશન બ્યુરો (ઈન્ડિયા) લિમિટેડ દ્વારા કરવામાં આવે છે. તે 2400 થી પણ વધુ સભ્યો સાથેની ક્રેડિટ રેટિંગ ફર્મ છે જેમાં બેંક, ફાઇનાન્સ કંપનીઓ જેવી નાણાકીય સંસ્થાઓનો સમાવેશ થાય છે. 550 મિલિયનથી વધુ ગ્રાહકો અને સંસ્થાઓનો ક્રેડિટ હિસ્ટ્રી CIBIL સ્કોર દ્વારા સંચાલિત થઈ રહો છે.અહીં એ ધ્યાન આપવું જરૂરી છે કે CIBIL એ કહી શકતું નથી કે બેંક કે ફાઇનાન્સ લોન કે ક્રેડિટ કાર્ડ મંજૂર કરશે કે નહીં, પરંતુ તે લોન લેનારની પ્રથમ છબી બનાવવામાં કામ કરવાની ભૂમિકા ભજવે છે.સારો CIBIL સ્કોર હોવાથી લોન મેળવવાની તમારી તકો વધી જાય છે. જો CIBIL સ્કોર ઓછો હોવા છતાં લોન ઉપલબ્ધ હોય, તો એવી દરેક શક્યતા છે કે વ્યક્તિને ઊંચા વ્યાજે લોન લેવી પડે.Cibil Score સુધારી શકે છે માટે આ પગલાઓથી તમારી Cibil Score સુધારી શકશો.


ક્રેડિટ યુટિલાઈઝેશનમાં ઘટાડો:

ક્રેડિટ યુટિલાઈઝેશન એ ક્રેડિટ લિમિટ સામે લીધેલી લોનની રકમ છે. જો ક્રેડિટનો ઉપયોગ 30 ટકાથી ઓછો રાખવામાં આવે તો તમારો ક્રેડિટ સ્કોર વધુ સારો રહેશે.


ક્રેડિટ રિપોર્ટ્સ :

વ્યક્તિએ હંમેશા ક્રેડિટ બ્યુરો પાસેથી તેમના ક્રેડિટ રિપોર્ટની નકલ મેળવવી જોઈએ અને સિબિલ રિપોર્ટ માં કોઈ ખોટું તો નથી.તે બરાબર ચેક કરીને ક્રેડિટ રીપોર્ટની જાણકારી મેળવતી રહેવી જોઈએ.રિપોર્ટમાં કોઈ ખોટું દેખાય તો પછી તેને સિવિલમાં જાણ કરી સુધારી શકાય છે.

લોન હપ્તો સમયસર ભરવો :

તમારા સીબીલ સ્કોરને સુધારવાની શ્રેષ્ઠ રીત એ છે કે તમારી લોનની emi સમયસર ચુકવણી કરવી. આ રીતે, તમે ધિરાણકર્તાની નજરમાં સારી છબી બનાવો છો અને ભવિષ્યમાં સરળ લોન મેળવવાની તમારી તકો વધે છે. સરળ ભાષામાં કહીએ તો, ઓછા CIBIL સ્કોરનું મુખ્ય કારણ બાકી દેવું છે. તેથી વ્યક્તિએ ક્રેડિટ કાર્ડ વડે ખર્ચનુંમાં ધ્યાન રાખવું જોઈએ અને તેની આવક અને ચુકવણીની ક્ષમતા અનુસાર લોન લેવી જોઈએ.જેથી સિબિલ સ્કોર પર કોઈ અસર થશે નહિ.


સુરક્ષિત ક્રેડિટ કાર્ડ એક શ્રેષ્ઠ વિકલ્પ :

જો કોઈ વ્યક્તિને ક્રેડિટ કાર્ડ મંજૂર કરવામાં મુશ્કેલી આવી રહી હોય,તેના માટે સુરક્ષિત ક્રેડિટ કાર્ડ એક શ્રેષ્ઠ વિકલ્પ છે. આ કાર્ડ મોટેભાગે FD પર આધારિત હોય છે. તમે તમારી ક્રેડિટ લિમિટ મુજબ જમા કરી શકો છો, જે ક્રેડિટ સ્કોર સુધારવામાં મોટો ભાગ ભજવે છે.

 

દરેક પ્રકારની લોનનું મિશ્રણ:

લોનનું હંમેશા સંતુલિત મિશ્રણ હોવું જોઈએ. ક્રેડીટ સ્કોરમાં ઘટાડો થવાને કારણે ઘણી વખત ક્રેડિટ કાર્ડ રદ કરવામાં આવે છે, આવી સ્થિતિમાં નવા કાર્ડ માટે અરજી તો આનાથી ક્રેડિટ સ્કોર પર નકારાત્મક અસર પડે છે.સિબિલ સ્કોર સુધરવા ગોલ્ડ લોન પણ ઉપયોગી સાબિત થાય છે.જે આસાનીથી તમારા ગોલ્ડ પર મળી શકે છે.જેમાં કોઈ સિબિલ સ્કોર ધ્યાન પર લેવામાં આવતો નથી.તેનાથી સિબિલ સ્કોર માં વધારો કરી શકો છો.સાથે સાથે સિક્યોર અને અનસિક્યોર બને લોનનું તમારા ક્રેડિટ રિપોર્ટમાં સાથે રાખવાથી સિબિલ સ્કોર જાળવવામાં મદદ મળે છે.

Post a Comment

0 Comments