જો SBI હોમ લોન પર વ્યાજ વધ્યું છે, તો આ બેંકોનો સંપર્ક કરો, તમારી લોન ઓછા રેટમાં થઈ જશે.

 જો SBI હોમ લોન પર વ્યાજ વધ્યું છે, તો આ  બેંકોનો સંપર્ક કરો, તમારી લોન ઓછા રેટમાં થઈ જશે.

જો SBI હોમ લોન પર વ્યાજ વધ્યું છે, તો આ બેંકોનો સંપર્ક કરો, તમારી લોન ઓછા રેટમાં થઈ જશે.


ભારતની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હોમ લોનના વ્યાજ દરમાં વધારો કર્યો છે.જેથી લોન ધારકો માટે ચિંતા પ્રસરી જવા પામી છે.

 SBI એ વ્યાજ દર 8.50 થી વધારીને 8.55% કરવામાં આવ્યો છે.15 જુલાઈથી લાગુ કરવામાં આવ્યો છે.

તમારી પણ હોમ લોન sbi bank માં ચાલું છે તો તમારે કોઈ ચિંતા કરવાની કોઈ વાત નથી, હજુ પણ ત્રણ મોટી બેંકો છે જે SBI કરતા ઓછા વ્યાજ દરે હોમ લોન આપે છે તો તમારી હાલની લોન તે બેંકમાં બદલી શકો છો.

હોમ લોન લેતી વખતે આ બાબતો પર ધ્યાન આપવું .

 • હોમ લોન લેતી વખતે, સૌથી મહત્વની બાબત એ છે કે વ્યાજ દર જોવો, પરંતુ તેની સાથે, વ્યક્તિએ વ્યાજ દરની ફોર્મ્યુલા પણ જોવી જોઈએ.જેથી ભવિષ્ય માં કોઈ સમસ્યા ન થાય.
 •  સૌથી મહત્વની બાબત એ છે કે ધિરાણ આપતી બેંકની રિકવરી પોલિસી પર ધ્યાન આપવું.
 • જો તમે વિષમ સંજોગોમાં કોઈ હપ્તો જમા કરાવી શકતા નથી, તો બેંક દ્વારા કેવું વર્તન કરવામાં આવશે. આનો  ખાસ ધ્યાન  રાખવું જરૂરી છે
 •  કારણ કે હોમ લોન હંમેશા લાંબા  સમય માટે હોય છે.

ભારતમાં સૌથી સસ્તી હોમ લોન આપતી બેંક નીચે મુજબ છે

 1. HDFC બેંક હોમ લોન- ન્યૂનતમ 8.45% અને મહત્તમ 9.85%
 2. ઇન્ડસઇન્ડ બેંક હોમ લોન- ન્યૂનતમ 8.5% અને મહત્તમ 9.75%
 3.  ઇન્ડીયન બેંક હોમ લોન - ન્યૂનતમ 8.5% અને મહત્તમ 9.9%
 4. SBI હોમ લોન - 8.55%
 5. PNB હોમ લોન - 8.60%
 6. બેંક ઓફ મહારાષ્ટ્ર હોમ લોન- 8.60%

જો આપને આ પોસ્ટ કેવી લાગી તે કૉમેન્ટ કરી જરૂર જણાવજો ; મિત્રો સાથે જરૂર શેયર કરજો.

Post a Comment

0 Comments