ગુજરાતમાં હવે તમામ તબીબી વિદ્યાશાખા માટે નવી યુનિ. 600થી વધુ કોલેજોને સમાવી લેવાશે.

 ગુજરાતમાં હવે તમામ તબીબી વિદ્યાશાખા માટે નવી યુનિ. 600થી વધુ કોલેજોને સમાવી લેવાશે.

ગુજરાતમાં હવે તમામ તબીબી વિદ્યાશાખા માટે નવી યુનિ. 600થી વધુ કોલેજોને સમાવી લેવાશે.રાજ્યમાં નવી મેડિકલ યુનિવર્સિટી શરૂ કરવાની પ્રક્રિયા ચાલુ કરી દેવામાં આવી છે. તાજેતરમાં સૂચિત ડ્રાફ્ટ બહાર પાડીને જાહેર જનતા તથા સંબંધિત સંસ્થાઓ અને નાગરિકો પાસેથી સૂચનો મંગાવવામાં આવ્યા છે. આગામી 14 દિવસમાં સૂચનો આપવા તાકીદ કરવામા આવી છે. હાલમાં રાજ્યમાં ખરેખર હવે મેડિકલ યુનિવર્સિટીની જરૂર છે કે કેમ તેના પ્રશ્નો પણ તબીબીજગતમાં ઊભા થઇ રહ્યા છે.


રાજ્ય સરકાર દ્વારા અગાઉ વિધાનસભામાં મેડિકલ યુનિવર્સિટીના બિલને રજૂ કરવાનું નક્કી કર્યા બાદ છેલ્લી ઘડીએ આ બિલ સ્થગિત કરાયું હતું. આગામી વિધાનસભામાં ફરીવાર ગુજરાત આરોગ્ય વિજ્ઞાન યુનિવર્સિટીના નામે મેડિકલ યુનિવર્સિટી શરૂ કરવાની તૈયારી શરૂ કરાઈ છે. આ માટે ડ્રાફ્ટ બહાર પાડી દેવાયો છે. જેમાં યુનિવર્સિટીમાં ઊભી થનારી વ્યવસ્થા અંગે વિસ્તૃત ઉલ્લેખ કરાયો છે.

 આ પણ વાંચો :

આ ઉપરાંત જાહેર જનતા સહિત સંબંધિતને સૂચનો માટે પણ તાકીદ કરવામાં આવી છે. આમ, મેડિકલ યુનિવર્સિટીની રચના થયા બાદ રાજ્યની અંદાજે 600થી વધારે કોલેજો કે જે હાલમાં જુદા જુદી યુનિવર્સિટીઓ હસ્તક છે તેને દૂર કરીને મેડિકલ યુનિવર્સિટીમાં સામેલ કરી દેવામાં આવશે.મેડિકલ યુનિવર્સિટીનું મુખ્ય મથક ગાંધીનગર રાખવાનું નક્કી કરાયું છે. એફીલેશન આપનારી યુનિવર્સિટી તરીકે આ યુનિવર્સિટી કામગીરી કરશે. યુનિવર્સિટીમાં મેડિકલ, ડેન્ટલ, હોમિયોપેથી, ફિઝિયોથેરાપી, નર્સિંગ, યુનાન સહિતની કોલેજોને સામેલ કરી દેવામાં આવશે.

આ પણ વાંચો :


પરીક્ષા લેવાથી લઇને ડિગ્રી એનાયત કરવા સુધીની કામગીરી યુનિવર્સિટી દ્વારા જ કરવામાં આવશે. યુનિવર્સિટીમાં બોર્ડ ઓફ ગવર્નર્સ ઉપરાંત એકેડેમિક કાઉન્સિલ, નાણાં સમિતિ, બોર્ડ ઓફ સ્ટડીઝ જેવા સત્તામંડળો રહેશે. કુલાધિપતિ, કુલપતિ, નિયામક, ડીન, રજિસ્ટ્રાર જેવી જગ્યાઓ અન્ય યુનિવર્સિટીઓની જેમ કાર્યરત રહેશે. કુલપતિની જગ્યા માટે પ્રોફેસર તરીકે અથવા ડીન તરીકેનો 10 વર્ષનો અનુભવ ફરજિયાત કરાયો છે. ઉપરાંત ત્રણ વર્ષની મુદત અને 65 વર્ષની વયમર્યાદા પૈકી જે વહેલાં પૂરું થાય ત્યારે મુદત પૂરી થશે.


Raleted post

Gujarat now has a new university for all medical faculties.

 

Post a Comment

0 Comments