Gujarat: એનસીપીનાં 1000 અને આપનાં 100થી વધુ પદાધિકારીઓ/હોદ્દેદારો વિધીવત રીતે ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા

Gujarat: એનસીપીનાં 1000 અને આપનાં 100થી વધુ પદાધિકારીઓ/હોદ્દેદારો વિધીવત રીતે ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા

Gujarat: એનસીપીનાં 1000 અને આપનાં 100થી વધુ પદાધિકારીઓ/હોદ્દેદારો વિધીવત રીતે ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા



  • એન.સી.પી. અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર કૉંગ્રેસમાં જોડાયા
  •  ભાજપના શાસનમાં સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે 
  • ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે શું કહ્યુ?
  • મણિપુર ઘટનાથી શરમથી માથું ઝૂકી જાય


Gujarat: રાજીવ ગાંધી ભવન ખાતે મોટી સંખ્યામાં એનસીપીનાં 1000 અને આપનાં 100થી વધુ પદાધિકારીઓ/હોદ્દેદારો વિધીવત રીતે ખેસ ધારણ કરી કોંગ્રેસ પક્ષમાં જોડાયા હતા. ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિએ અખબારી યાદી જાહેર કરી હતી. જેમાં કોંગ્રેસ દ્વારા ગુજરાત જનતાની સેવા અને પ્રજાહિતના કાર્યમાં કોંગ્રેસ પક્ષ હંમેશા કાર્યશીલ છે. ગુજરાતીઓમાં અને ગુજરાત ના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ છે ત્યારે દુધમાં સાકર ભળે અને મીઠાસ વધે તેમ સૌ પદાધિકારી-હોદ્દેદારોના કોંગ્રેસ પક્ષમાં આવવાથી પ્રજા સેવાના યજ્ઞને વેગ મળશે.

 એન.સી.પી. અમદાવાદ શહેર પ્રમુખ આકાશ સરકાર મોટી સંખ્યામાં સમર્થકો સાથે કોંગ્રેસમાં જોડાયા હતા. કોંગ્રેસે કહ્યુ હતું કે ગુજરાતીઓ અને ગુજરાતના હિત માટે કોંગ્રેસનો સેવાનો યજ્ઞ અમે કોઇને તોડવા નથી માંગતા, માત્ર જોડવા માંગીએ છીએ.

ભાજપના ભ્રષ્ટાચાર, પેપર ફુટવા, પુલ તુટવા, મોંઘવારી અને કથળતી કાયદો વ્યવસ્થાનો ભોગ ગુજરાતનો નાગરિક બની રહ્યો છે. મોંઘુ શિક્ષણ, મોંઘી આરોગ્ય વ્યવસ્થાને લીધે સામાન્ય-મધ્યમવર્ગ હાલાકી ભોગવી રહ્યો છે ત્યારે ગુજરાતીઓના પ્રાણ પ્રશ્નો માટે તેમની સાથે ખભેથી ખભો મિલાવી ગુજરાતના હિતમાં કોંગ્રેસ પક્ષ સતત અવાજ ઉઠાવતો રહેશે.

કોંગ્રેસમાં જોડાયેલા એન.સી.પી. અને આપના ૧૦૦૦ થી વધુ પદાધિકારીઓ – હોદ્દેદારોને આવકારતા રાજ્યસભાના સાંસદ અને ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે, આજની ગુજરાત ની સ્થિતિ એવી કે મુઠ્ઠીભર લોકો માલામાલ થઇ રહ્યા છે, મોંઘવારીએ માજા મુકી છે બેરોજગારી અતિ વધી છે. મુખ્યમંત્રી સાથે ફોટો પડાવવાનાર નો છોકરો ગાડી લઇને નિકળે અને લોકોને કચડી નાખે, કાયદો વ્યવસ્થાની સ્થિતિ કથળી છે. દેશમાં મોંઘવારી નો માર છે, જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓના ભાવ રોજ વધી રહ્યાં છે. ૨૦૧૩-૧૪માં ગેસ નો બાટલો ૪૦૦ માં હતો આજે ૧૧૦૦ ની ઉપર ભાવ છે બ્રિજ નાં ઉદઘાટન પેહલા એ તૂટી જાય છે.કોંગ્રેસમાં મોટી સંખ્યામાં જોડાયેલા લોકોનું સ્વાગત કરું છું મજબૂતીથી સેવા કરવાનું બળ મળવાનું છે. ક્યાંક અન્યાય થયો હોય તો તેની સાથે આપણે ધર્મ-જાતિ નહિ જોઈએ અને અંત સુધી લડશું.

શક્તિસિંહ ગોહિલે જણાવ્યું હતું કે આશા વર્કર, આંગણવાડી બહનો નાં અનેક પ્રશ્નો છે. સરકાર નજીવુ વેતન ચુકવી આર્થિક શોષણ કરી રહી છે. પહેલા કહ્યું હતું કે એક પત્ર લખજો ભાઈ બેઠો છે પણ આજે કોઈ ભાઈ જવાબ આપતો નથી. 

મણિપુર માં જે ઘટના બની તેનાથી શરમથી માથું ઝુકી જાય છે લંડન ની સંસદ માં મણિપુર ની ચર્ચા થાય છે પણ અહીં કોંગ્રેસ ને સાંસદ માં બોલવા દેવતા નથી કોંગ્રેસમાં મોટા પાયે એન.સી.પી. અને આપના હોદ્દેદારો અને કાર્યકરો કોંગ્રેસમાં જોડાયા છે. મણિપુર અંગે ચર્ચા થાય એટલે અવિશ્વાસનો પ્રસ્તાવ લાવ્યા દુનિયાએ જે ઘટનાની નોંધ લીધી એની ચર્ચા આપણી સંસદમાં થવી જોઈએ. સરકારે કહ્યું ટૂંકી મુદતમાં ચર્ચા થાય, નાની ઘટના હોય ત્યારે ટૂંકી  મુદત ચર્ચા થાય શું મણિપુરની ઘટના નાની છે? અમે સહમત થઇએ તો મેસેજ જાય કે અમે મણિપુરને સામાન્ય લઈએ છીએ સરકાર કોઈપણ પ્રકારે માનતી ના હતી એટલે મજબૂર કરવા અવિશ્વાસ લાવ્યા અવિશ્વાસ પ્રસ્તાવ પસાર નથી થવાનો પરંતુ ચર્ચા થાય એટલે લાવ્યા છીએ.

Post a Comment

0 Comments