Gujarat: ઓબીસી અનામત બચાવો સમિતિ દ્વારા માંગો પૂરી કરવામાં નહીં આવે તો આંદોલનની તૈયારી

 Gujarat: ઓબીસી અનામત બચાવો સમિતિ દ્વારા માંગો પૂરી કરવામાં નહીં આવે તો આંદોલનની  તૈયારીGujarat: ઓબીસી અનામત બચાવો સમિતિ દ્વારા માંગો પૂરી કરવામાં નહીં આવે તો આંદોલનની  તૈયારી  • 14 ઓગષ્ટના રોજ ઉપવાસથી આંદોલનનું મંડાણ કરવાની જાહેરાત 


  Ahmedabad : ગુજરાતમાં હાર્દિક પટેલની આગેવાનીમાં પાટીદાર આંદોલનનું અનામત માટે આંદોલન કરવામાં આવ્યું હતું.હવે ફરીથી ઓબીસી અનામત બચાવો સમિતિ દ્વારા સામાજિક આંદોલનના થવાની શક્યતા જોવા મળે છે.ગાંધીનગર સર્કિટ હાઉસમાં કોંગ્રેસ નેતાઓની આગેવાનીમાં બનેલી ઓબીસી અનામત બચાવો સમિતિની  બેઠક થઈ હતી. લોકસભા ચૂંટણી પહેલાં કોંગ્રેસનો ઓબીસી અનામત માટેની રણકાર  મહત્વપૂર્ણ બની જાય છે. રાજ્ય સરકાર સામે આંદોલનની ચીમકી આપી છે. 14 ઓગષ્ટના રોજ ઉપવાસથી આંદોલનનું મંડાણ કરવાની જાહેરાત કરવામાં  થઈ છે.ઓબીસી અનામત બચાવો  સમિતિ દ્વારા ચાર મુદાઓ  પર સરકાર સામે આંદોલન કરવાની  તૈયારી બતાવી છે.ગુજરાત સરકારની 52% વસ્તી ધરાવતા ઓબીસી સમાજનું સ્થાનિક સ્વરાજ સંસ્થાઓમાંથી અસ્તિત્વ જ ખતમ કરી નાંખવા અનામત નાબૂદ કરી હોવાનો પણ ઓબીસી અનામત બચાવો સમિતિ દ્વારા આક્ષેપ કર્યો હતો.

 90 દિવસમાં રિપોર્ટ સોંપવામાં હતો પરંતુ 1 વર્ષનો સમય થઈ ગયો

રાજ્ય સરકાર 52% વસ્તી ધરાવતા ઓબીસી સમાજનાં   અધિકારો માટે અજાણ કે તે માટે બોલવા તૈયાર કે ઓબીસી સમાજ માટે લડત લડવા માટે અસક્ષમ છે. તેથી ઓબીસી સમાજના ગંભીર વિષયને બિલકુલ હળવાશથી લેવામાં આવી રહ્યો છે.ભારે વિરોઘ અને આંદોલનો કર્યા બાદ સમર્પિત આયોગની રચના કરવામાં આવી અને  આયોગને 90 દિવસમાં રિપોર્ટ સોંપવાનો હતો. પરંતુ આજે 1 વર્ષનો સમય વીતવા છતાં હજુ સુધી રિપોર્ટ જાહેર થયો નથી. અને સાથે સાથે આજદિન સુધી અનામત પુનઃસ્થાપિત કરવા માટે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી.

આ પણ વાંચો 

ગુજરાત સરકારની OBC,SC, ST,ની અનામત વિરોધી નીતિ ;જન જાગૃતિ આંદોલન ની શરૂઆત હાર્દિક પટેલના વતન વિરમગામ થી થશે


સુપ્રીમ કોર્ટની ગાઈડલાઈન મુજબ સરકારે સમર્પિત આયોગની જાહેરાત કરવામાં આવી હતી. આજે એક વર્ષ પૂર્ણ થયું પરંતુ રિપોર્ટ નથી જાહેર થયો નથી.  તાત્કાલિક ધોરણે સરકાર ઝવેરી કમિશનનો અહેવાલ રજૂ કરવામાં આવે તેવી માંગ ઓબીસી અનામત બચાવો સમિતિએ માંગ કરી હતી. અને પંચાયત ચૂંટણીમાં અનામત પ્રથા નાબૂદ કરી ભાજપ સરકારે ઓબીસી સમાજ સાથે અન્યાય કર્યો છે.અને ઓબિસીની 52% વસ્તી હોવા છતાં બજેટમાં યોગ્ય રીતે ફાળવવી થતી નથી આ બાબતે પણ ઓબીસી સમાજ પ્રત્યે અન્યાય કરવામાં આવી રહ્યો છે.


ઓબીસી સમાજની વસ્તી મુજબ બજેટની જોગવાઇ કરો


રાજ્ય સરકાર દ્વારા ઓબીસી સમાજ માટે અલગથી બજેટમાં જોગવાઈ કરવા માંગ થઈ છે.14 ઓગસ્ટે પ્રતીક ઉપવાસનું આયોજન  કરવામાં આવ્યું છે.સમિતિએ જણાવ્યું હતું કે ઓબીસી સમાજના નામે ભાજપ માત્ર  રાજકારણ રમે છે.ઓબીસી સમાજને શિક્ષણ અને વિકાસથી વંચિત રાખવામાં આવી રહ્યો છે. ઓબીસી સમાજની માંગ કોઈ રાજકીય મુદ્દો નથી, આ ઓબીસી અનામત  રદ થવાથી દરેકને નુકશાન થશે. અનામત  વ્યવસ્થાને કોઈ પણ રીતે ફેરફાર ન કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે.


કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ શું કહ્યું?


ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસ પક્ષના નેતા અને ઓબીસી સમાજના મોટા નેતા અમિત ચાવડાએ જણાવ્યુ હતુ કે, ગુજરાતમાં આજે 52% જેટલી ઓબીસી સમાજની વસ્તી છે. OBC સમાજનું રાજકીય અસ્તિવ ખતમ કરવાનો ભાજપે કારસો ઘડ્યો છે.


ગાંધીનગર ખાતે આ મુદ્દાઓ જેમ કે ઓબીસી અનામત ,જાતિ આધારિત  વસ્તી ગણતરી અને સામાજિક ન્યાય વિકાસ માટે બજેટમાં વસતી મુજબની ફાળવવી  જેવા મુદ્દાઓ પર વિસ્તૃત  મંથન કરવામાં આવ્યું હતું. સમાજના આગેવાનોની ઉપસ્થિતિમાં અગત્યના લોકોની ઓબીસી અનામત અને અધિકારો વિષય પર ચિંતન બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. 

આ પણ વાંચો 

ગુજરાત સરકારની OBC,SC, ST,ની અનામત વિરોધી નીતિ ;જન જાગૃતિ આંદોલન ની શરૂઆત હાર્દિક પટેલના વતન વિરમગામ થી થશે

Post a Comment

0 Comments